પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડિઝિટલ ઈન્ડિયા તરફ લોકો વળે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.સમગ્ર ગુજરાતમાં ટેકનોલોજીના માસ્ટર એવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા વિવિધ અનેક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યા છે જે સોફ્ટવેર થકી આરોપીઓ સુધી પોહચવામાં તેમજ તેમના પર નજર રાખવામાં પોલીસ અધિકારીઓ અને કર્મીઓને અનેક ગણો ફાયદો થયો છે.રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પેપરલેસ વર્ક કરે તે હેતુથી કોવિડ દરમ્યાન શહેર પોલીસ કમિશ્નર દ્વારા રાજકોટ ટ્રાફિક પોલીસ નામનો સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે.
કોવિડ દરમિયાન ઓનલાઈન હાજર દંડ તેમજ ઇ-મેમા પ્રક્રિયા શરૂ કરાઈ: 21 જાન્યુઆરીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી
21 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી હતી.શહેર ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ તેમજ ઉપલી અધિકારીઓના મોબાઈલ ફોનમાં જ આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યો છે જેથી તમામને પેપરલેસ વર્ક કરવાની સરળતા રહે.રાજકોટ શહેરમાં દંડની ચલણબુક જ બંધ કરી દેવામાં આવી છે.
મોબાઈલ સોફ્ટવેર દ્વારા 61,95,500 રૂપિયાનો દંડ ફટકારાર્યો!!
રાજકોટના શહેરીજનોને જાણે સુધરવું જ ન હોઈ તે પ્રકારે નિયમભંગ કરતા હોય છે. અવારનવાર લાયસન્સ સાથે ન રાખવા, કાર-બાઇક માં નંબર પ્લેટ ન લગાવવી, ફેન્સી નંબર પ્લેટ રાખવી, કારમાં કાળા કાચ રાખવા ,ત્રિપલ સવારી બાઇક ચલાવવું સહિત ના નિયમો ભંગ કરતા હોય છે.જેને કારણે નિયમભંગ બદલ તેઓ દંડાતા હોઈ છે.
અત્યાર સુધી મોબાઈલ સોફ્ટવેર મારફત થયેલી કામગીરી
- કેશ ચલણ જનરેટ – 2775
- કેસ કલેક્શન – 15,81,400 રૂપિયા
- ચછ કોડ બેઇઝ ચલણ જનરેટ – 247
- ચછકોડ દ્વારા કલેક્શન – 1,51,200 રૂપિયા
- કુલ ઇ-ચલણ જનરેટ – 7203
- કુલ ઓનલાઈન દંડ – 61,95,500
મને ગર્વ છે ટ્રાફિક પોલીસ પેપરલેસ વર્ક કરી રહી છે, લોકોનો પ્રચંડ સહયોગ: પો. કમિશનર મનોજ અગ્રવાલ
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કોવિડ દરમ્યાન પેપરલેસ વર્ક માટે એક નવી પહેલ કરવામાં આવી હતી.મુખ્યમંત્રી શ્રીએ 21 જાન્યુઆરીએ આ પહેલને ખુલ્લી મૂકી હતી.શરૂઆતમાં રિસ્પોન્સ ઓછો હતો પરંતુ અત્યારે ફિઝિકલ મેમો ની જગ્યાએ જખજ દ્વારા 7 હજારથી વધુ મેમો મોકલવામાં આવ્યા છે.મોબાઈલ દ્વારા મોકલવામાં આવેલ ઇ મેમોમાં દંડની રકમ 61,95,500 રૂપિયા થઈ છે.કોઈ પોસ્ટ ઓફિસ મારફત મેમો મોકલતા નથી સીધા જ તેના મોબાઈલમાં આ મેમો આવી જાય છે.આ ઉપરાંત સ્થળ પર જ કલેક્શન કરતા સમયે કોઈજ ફિઝિકલ મેમો આપતા નથી.ઓનલાઈન કેસ કલેક્શન સ્થળ પરજ 15,81,400 રૂપિયા કરવામાં આવેલ છે.
પેટીએમ, ગુગલ પે સહિતની વિવિધ એપ્લિકેશન મારફત ચછ કોડ જનરેટ કરીને અમે ઓનલાઈન પેમેન્ટ લેવાની જોગવાઈ કરી છે જેમાં લોકો ઓનલાઈન પણ પેમેન્ટ આપી શકે છે.ડેબિટ કાર્ડ , ક્રેડિટ કાર્ડ ઉપરાંતની આ પહેલ ફક્ત રાજકોટ શહેરમાં જ કરવામાં આવી છે.આ પહેલ ને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.ડિઝિટલ ઇન્ડિયા તરફ અમે આગળ વધવા આ પ્રયત્ન કરી રહ્યા છીએ.આ સોફ્ટવેર મારફત અમે ક્યાં ચોકમાં ક્યાં ગુન્હામાં કેટલો દંડ થયો છે તે અમે ફોનમાં જ માહિતી મેળવી શકીએ છીએ.પોલીસની કામગીરી ઘણી જ સરળ બની છે.
પોલીસ કમિશ્નરશ્રી દ્વારા ડિઝિટલ ઇન્ડિયાની પહેલ કરવામાં આવી,દંડની પ્રક્રિયા બની પેપરલેસ: સુખવિંદરસિંગ ગડુ (પીઆઇ, ટ્રાફિકબ્રાન્ચ)
રાજકોટ શહેર ટ્રાફિક બ્રાન્ચ ના પીઆઇ સુખવિંદરસિંગ ગડુએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા માટે ગર્વની વાત છે રાજકોટ ના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબના માર્ગદર્શનમાં અમે કામ કરી રહ્યા છીએ. પોલીસ કમિશ્નર સાહેબ દ્વારા તૈયાર કરવામાં આવેલ સોફ્ટવેર માં દંડ ઉઘરાવવાની પ્રક્રિયા તેમજ મોબાઇલ દ્વારા ઇ મેમો આપવાની પ્રક્રિયા ખુબજ સરળ છે. ચછ કોડ મારફત સીધા જ પબ્લિકના એકાઉન્ટ માંથી સરકારી એકાઉન્ટમાં રૂપિયા જમા થઈ જાય છે.
ઓનલાઈન દંડ ભર્યો , ડિજિટલ સિસ્ટમ જોઈ આનંદ થયો: પ્રજ્ઞેશ પટેલ (શહેરીજન)
રાજકોટ શહેરમાં ફિઝીકલી ચલણ આપવાનું બંધ કરીને ઓનલાઈન પેમેન્ટ આપવાનું શરૂ થયું છે તે ખૂબ સારી બાબત છે.ખૂબ ઝડપથી ડિઝિટલ પ્રક્રિયા દ્વારા દંડ લેવામાં આવી રહ્યો છે. રોકડ રકમ આપીએ તો પણ સીધી જ મેસેજ મોબાઈલમાં મળી જાય છે.કોઈકવાર રોકડ રકમ સાથે ન હોઈ અને દંડ ભરવાનો થાય તો વિવિધ એપ્લિકેશન મારફત ચછ કોડ મારફત અમારા એકાઉન્ટ માંથી સીધા જ રૂપિયા પોલીસના સરકારી એકાઉન્ટ માં ટ્રાન્સફર થઈ જાય છે.રાજકોટ શહેર પોલીસ ડિઝિટલ બની છે એ ખૂબ સારી બાબત છે.