ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા ઉગ્ર લોકમાંગ
સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તેવો લાગતું નથી ત્યારે સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા ભારે જટિલ બની છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના વાદીપરા પતરાવાળી ચોક વિસ્તારમાં તેમજ વાડીલાલ ચોક વિઠ્ઠલ પ્રેસ રોડ તેમજ ખીજડીયા હનુમાન રોડ હેન્ડલુમ ચોક જવાહર ચોક તેમજ સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા ખૂબ વકરી રહી છે ત્યારે લોકોને પસાર થવામાં પણ ભારે યાતના ભર્યો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ના એસટી બસ સ્ટેન્ડ ની પાસે એસટી બસ સ્ટેન્ડ ના ગેટ પાસે જ રીક્ષાઓ નો મોટી માત્રામાં ખરખરો થાય છે.
ત્યારે બસ સ્ટેન્ડ આટલો મોટો વિસ્તાર હોવા છતાં એ પણ ટ્રાફિક પોલીસ કે ખાતાકીય પોલીસ જોવા મળતી નથી ત્યારે બસ સ્ટેન્ડ પાસે મેન ગેટ ઉપર રીક્ષા ચાલકો નો પ્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં અપૂરતી બસ સુવિધાઓના કારણે મુસાફરોને ફરજિયાત પણે મોતની મુસાફરી કરવી પડી રહી છે ત્યારે શહેરના મેળાના મેદાન તેમજ અન્ય જગ્યા ઉપરથી ટ્રાફિક પોલીસની રહેમ રાહ હેઠળ છકડો રીક્ષા ઓ ગામડાઓમાં મુસાફરોની બેરોકટોક પણે હેરાફેરી કરી રહી છે ત્યારે ઘણીવાર આવા છકડા રીક્ષાઓ પલટી મારી અને અનેકવાર અનેક મુસાફરોને મોતને ઘાટ ઉતાર્યા છે.
આમ છતાં પણ કાયદાકીય જોગવાઈ અનુસાર ટ્રાફિક પોલીસ છકડો રીક્ષા માલવા હોવા છતાં મુસાફરોની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરે છે આમ છતાં પણ ટ્રાફિક પોલીસ છકડાના ચાલકોને બેરોકટોક ચાલવા દે ચાલવા દેવામાં આવે છે.