વઢવાણ લીંબડી હાઇવે ઉપર કેરાળા ગામના પાટીયા નજીક ટ્રાફિક પોલીસની ગાડી અચાનક પલટી ખાઈ ગઈ છે બાજુમાં આવેલી ખાડમાં આ ગાડી ખબકતા જે ગાડીમાં સવારે છ જેટલા પોલીસ કર્મીઓને ગંભર ઇજાઓ પહોંચી છે
સ્ટેરીંગ લોક થઈ જતા ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ ચેકિંગ કામગીરી પૂર્ણ કરી અને મોડી સાંજે સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી તે દરમિયાન કેરાળા ગામના પાટીયા નજીક અચાનક ટ્રાફિક પોલીસની સરકારી બોલેરો કારનું સ્ટેરીંગ લોક થઈ ગયું હતું સ્ટેરિંગ લોક થઈ ગયા બાદ ડ્રાઇવર દ્વારા કાબુ ગુમાવવામાં આવ્યો હતો કાબુ ગુમાવવામાં આવ્યા બાદ નજીકમાં આવેલી 20 ફૂટની ખાડમાં ઊંડે આ ગાડી હતી અને રોડથી નીચે ઉતરી ગઈ હતી.
જોકે આ મુદ્દે ગાડીમાં સવાર- 6 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તમામને સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે તમામ ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો હોવાનું બહાર આવ્યું છે જોકે સદ નસીબે આ ઘટનામાં ટ્રાફિક પી.એસ.આઇ ગાડીમાં સવારના હતા માત્ર પોલીસ કર્મચારીઓ જ અને ટીઆરપી જવાન જ આ પોલીસ ટ્રાફિકની ગાડીમાં સવાર હતા એટલે આ ટ્રાફિક બ્રિગેડના જવાનો અને પોલીસ કર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે.
ઘટનાની જાણ થતા વઢવાણ અને લીંબડી પોલીસ અને ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે તથા હોસ્પિટલ દોડી ગયો હતો.