પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં મંગળવારે સાંજે તેજ હવાની સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેમાં 11 લોકોના મોત નિપજ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવન 84થી 98 કિલોમીટરની ઝડપે ફુંકઈ રહ્યો હતો. તેજ હવાને કારણે અનેક ઝાડ પડી ગયા તો કેટલાંક ઘરોની છત પણ ઉડી ગઈ હતી. અનેક જગ્યાએ જામ લાગી ગયા હતા, લોકોને ઓફિસ કે બજારમાંથી ઘરે પહોંચવાની મુશ્કેલી થઈ હતી.
26 જગ્યાએ ઝાડ પડવાથી ટ્રાફિક જામ
હવામાન વિભાગના રીઝનલ ડાયરેકટર જીકે દાસે જણાવ્યું કે, “આ મૌસમમાં આ પ્રકારની આંધી-તોફાન આવે તે સામાન્ય વાત છે. સાંજે લગભગ 7-55 વાગ્યે કોલકાતા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં લગભગ 98 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાયો હતો. કેટલીક જગ્યાએ પવનની સ્પીડ 84 કિલોમીટર પ્રતિ કલાક હતી.”ભારે પવનના કારણે અનેક જગ્યાએ નુકસાન પણ થયું હતું. કોલકાતા પોલીસે જણાવ્યું કે શહેરમાં ઓછામાં ઓછી 26 જગ્યાએ ઝાડ પડી ગયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com