શહેરના ટ્રાફિકને સુદ્રઢ બનાવવા વધારાના 184 સ્ટાફની ફાળવણી
નવા 876 વાહનો માટે 50 કરોડ,FSLને આધુનિકરણ માટે 14 કરોડ
પોલીસ ખાતામાં વધારાની 3020 જગ્યા ઉભી કરાશે: સીસીટીવી કેમેરા અને ઈ-ગુજકોપ પ્રોજેકટ માટે 126 કરોડ
રાજ્ય સરકારના એરપોર્ટ, એરોડ્રામ સહિતના સ્થળની સુરક્ષા માટે વિશેષ બટાલીયન
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને સમયની સાથે તાલ મિલાવવા માટે નાણામંત્રીએ રાજ્યના પોલીસ તંત્ર પર વરસી પડ્યા હતા અને અનેક જાહેરાતો કરી છે. જેમાં 3020 નવી જગ્યાઓ ઉભી કરવા, સીસીટીવી કેમેરા અને પોલીસ આધુનિકરણ સહિતની યોજનાઓ હેઠળ રૂા.7960 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યની સામાજિક અને આર્થિક ઉન્નતિમાં સુદ્રઢ કાયદો અને વ્યવસ્થાનો અગત્યનો ફાળો છે. રાજ્ય પોલીસ તંત્રને અત્યાધુનિક ટેકનોલોજીસભર શસ્ત્ર-સરંજામ અને સાધન-સામગ્રીથી સુસજ્જ બનાવી આપણા રાજ્યમાં અંબાજીથી ઉમરગામ સુધી અને દ્વારકાથી દાહોદ સુધી સર્વત્ર સુરક્ષાનું આત્મવિશ્વાસ ભર્યું વાતાવરણ નિર્માણ કરવામાં સરકાર સફળ રહી છે. વિશાળ દરિયાઇ સીમાઓને પણ આપણે મજબુત બનાવી છે. મહિલા સલામતી અને નબળા વર્ગોનું સંરક્ષણ સરકારની પ્રાથમિકતા છે. સાયબર ક્રાઇમ અને આર્થિક ગુનાઓ આધુનિક ટેકનોલોજીની મદદથી ઝડપી નિકાલ કરવા સરકાર સંકલ્પ છે. હેઠળ મહિલાઓ અને બાળકો પર થતા જાતિય ગુનાઓ, સાયબર ક્રાઈમ, વ્યાજખોરો, બેંકિગ ફ્રોડ, જુગારનો અડ્ડો ચલાવનાર, બુટલેગરો, પ્રોપર્ટી ગ્રેબર, ડ્રગ્સ માફિયા, અનૈતિક વ્યાપાર કરનાર ગુનેગાર, જાતિય સતામણી, ગૌ-હત્યા અને ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓને અસરકારક ગામ રીતે નિયત્રણમાં લાવી પ્રજાહિતના સંરક્ષણ માટે અમારી સરકારે પાસાના કાયદામાં સુધારો કર્યો છે. રાજ્યમાં શાંતિ, સૌહાર્દ અને સલામતીનું વાતાવરણ બનાવી કરી રાખવા અમારી સરકાર કટીબદ્ધ છે.
ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની કુલ 3020 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જેમાંની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ખાતે 199 નવી જગ્યાઓ, એન્ટી હ્યુમન ટ્રાફીલિંગ યુનિટ માટે ક્ષિ 147 નવી જગ્યાઓ, રાજકોટ પોલીસ કમિશ્નરેટની ટ્રાફીટ શાખા માટે 184 નવી જગ્યાઓ તથા સાયબર સુરક્ષાના આશ્વસ્ત પ્રોજેક્ટ માટે 112 નવી જગ્યાઓ, રાજયમાં 12 નવા પોલીસ સ્ટેશનો માટે 653 જગ્યાઓ તેમજ સુરત શહેર માટે વિવિધ સંવર્ગની 736 જગ્યાઓ જે પૈકી સુરત શહેરમાં 4 નવા પોલીસ સ્ટેશન માટેની 300 નવી જગ્યાઓનો સમાવેશ થાય છે. વિશ્વાસ પ્રોજેકટ હેઠળ 41 શહેરોમાં 6,000 થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. વધુ શહેરોમાં વધુ સ્થળો પર નવા સીસીટીવી કેમેરા લગાવવા માટે રૂા.90 કરોડ અને ઇ-ગુજકોપ પ્રોજેકટ માટે રૂા.36 કરોડની જોગવાઇ, પોલીસ તંત્રની પેટ્રોલીંગની વ્યવસ્થાને સઘન બનાવવા વધુ નવા 876 વાહનો ખરીદવામાં આવશે. જે માટે 50 કરોડની જોગવાઈ. રાજયમાં ‘ક્ધવીકશન રેટ’ વધારવા માટે ‘ક્ધવીકશન રેટ ઈમ્મુવમેન્ટ પ્રોજેકટ’ હેઠળ રૂા.28 કરોડની જોગવાઈ.
રાજ્ય હસ્તકના એરપોર્ટ, એરોડ્રોમ, વોટરડ્રોમ અને હેલીપેડને સુરક્ષા પૂરી પાડવા રાજ્ય અનામત પોલીસ દળ હેઠળ નવી વિશેષ બટાલીયનની રચના કરવામાં આવશે. રાજયના સરહદી વિસ્તાર વિકાસ માટે રૂા.30 કરોડની જોગવાઈ પોલીસ આધુનિકીકરણ યોજના હેઠળ રૂા.26 કરોડની જોગવાઈ, ખલાલ ખાતે નિર્માણાધીન કમાન્ડો તાલીમ સેન્ટર માટે રૂા.20 કરોડની જોગવાઈ, દેશ વિદેશમાં બનતા ગુન્હાઓ સંદર્ભમાં પુરાવાની સચોટ અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ દુનિયાભરમાં નામના મેળવેલી છે. એફ.એસ.એલ.ના આધુનિકરણ માટે રૂા.14 કરોડની જોગવાઈ, ભારત નેટ પ્રોજેકટ હેઠળ આઉટ પોસ્ટ અને પોલીસ ચોકીઓને બ્રોડબેન્ડ કનેકટીવીટી પૂરી પાડવા માટે રૂા.10 કરોડની જોગવાઈ અને ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ નવા 100 પીસીઆર વેન ખરીદવા રૂા.10 કરોડની જોગવાઈ કરવાની જાહેરાત કરવામાં આવી છે.