વધી રહેલા વાહનોના યુગમાં ટ્રાફિકના નિયમોનો ઉલ્લંઘન પણ વધી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અનોખી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતું.
ટ્રાફિક ડ્રાઈવમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન કરનારને દંડિત નહીં પરંતુ નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરનારા શહેરીજનોનું પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. શહેરના કે.કે.વી. ચોક ખાતે આ ડ્રાઈવનું આયોજન કરાયું હતું જેમાં રાજકોટ શહેર પોલીસના નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા, ટ્રાફિક શાખાના એસીપી બી.એ.ચાવડા તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાય હાજર રહ્યાં હતા.
આ તકે નાયબ કમિશનર મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ દ્વારા શહેરીજનોનું સન્માન કરીને પ્રોત્સાહિત કરાયા હતા. ઉપરાંત ચાલુ વરસાદે નિષ્ઠાપૂર્વક પોતાના ફરજનું નિર્વહમ કરનારા ટ્રાફિક બ્રિગેડોનું પણ સન્માન કરાયું હતું.
ટ્રાફિક એસીપી બી.એ.ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે, રાજકોટની રંગીલી જનતા ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેવા હેતુથી અવાર-નવાર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે પરંતુ આજે જે લોકો ખરા ર્અમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તેવા લોકોનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરાયા છે. ઉપરાંત કપરા સંજોગોમાં પોતાના ફરજનું નિર્વહન કરતા ટ્રાફિક બ્રિગેડોનું પણ સન્માન કરાયું છે.
બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયે આ તકે જણાવ્યું હતું કે, આજે દંડ નહીં પરંતુ સન્માનના હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરતા શહેરીજનોને વડીલોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવા તા આશિર્વાદ મળે તેવા આશયી આજે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.