વિકટ બનેલી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અને ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે ઢેબર રોડ પરના નાગરિક બેન્ક ચોકમાં તંત્રના કારણે ટ્રાફિક નિયમનો ભંગ થઇ રહ્યો છે. ૮૦ ફુટ રોડ પરથી બસ સ્ટેશન તરફ ફોર વ્હીલ વાહનને જવા પર પ્રતિબંધ છે. માત્ર એસ.ટી.બસને જ નાગરિક બેન્ક ચોકથી બસ સ્ટેશન તરફ જવાની છુટ આપવામાં આવી છે. રોડ વન-વે હોવાનું દર્શાવતું બોર્ડ ખોટી દિશામાં રાખવામાં આવ્યું છે તેમજ એસટી બસ જતી હોય તો ઢેબર રોડ પર કાર લઇ જવાની છુટ હોવાનું સમજી પસાર થતા કાર ચાલકો અજાણતા કરેલી ભૂલનો આગળ જતા દંડ ચુકવવો પડે છે. તંત્ર દ્વારા ટ્રાફિક વોર્ડનની નિમણુંક કરી વન-વે દર્શાવતું બોર્ડ વાચી શકાય તે દિશામાં ગોઠવવામાં આવે તો કાર ચાલકો દ્વારા અજાણતા ટ્રાફિક નિયમનો ભંગ ન કરે અને દંડ ભરવામાંથી બચી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.