અમરેલીમાં ટાવર રોડ, હિર રોડ, રામજી મંદિરો રોડ, મેઈન રોડ સહિતના મુખ્ય માર્ગો ખરીદી માટેના મુખ્ય કેન્દ્ર સમાન છે અને અહીંથી કાપડ, દિવાળી કલર, ફટાકડા, તૈયાર કપડા, ઘર સજાવટના સાધનો, રંગરોગાન, ઈલે. સજાવટ અને મુખવાસથી માંડીને તમામ જરુરી સામાન મળી રહે છે અને હાલમાં માત્ર અમરેલી જ નહીં પણ આસપાસના ગામોમાંથી પણ ખરીદી માટે લોકોનો ધસારો શરુ થયો છે.
બીજી તરફ વાહનો અને લોકો એક સાથે એકઠા થતા હોવાથી ટ્રાફિકની વખત વાહન લઈને ઘૂસ્યા બાદ બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. બીજી તરફ આ ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ટ્રાફિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ટાવર રોડ, હિર રોડ, રામજી મંદિર રોડ વગેરે પર આડશો મૂકીનેમોટા વાહનોને અંદર પ્રવેશ બંધ કરી દેવાયો જેથી મુશ્કેલીઓ ઘણીબધી ઓછી થઈ શકે અને દિવાળીના દિવસોમાં અમુક માર્ગો ફક્ત ખરીદી માટે આવનારા લોકો માટે વન વે પણ કરવામાં આવનાર છે. આથી અહીં ટ્રાફિક સમસ્યા નિયંત્રણમાં રહેશે.