ઉઘરાણુ કરતા પકડાયેલા સસ્પેન્ડ કરાયેલા ટ્રાફિક વોર્ડન ફરી ઉઘરાણું કરતા બન્નેને ડીસમીસ કરાયા
શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા સુદ્રઢ બનાવવા ટ્રાફીક વોર્ડનની માનવ સેવા લેવામાં આવે છે ત્યારે ટ્રાફીક વોર્ડન દ્વારા પોતાનો પોઇન્ટ ન હોવા છતાં વાહન ચાલકો પાસેથી ઉઘરાણુ કરતા પાંચ દિવસ માટે કરાયેલા ફરજ મોકુફ બાદ અજય ખામરા સહિત બે ટ્રાફીક વોર્ડન ઉઘરાણા કરતા ઝડપાતા તેઓને આજીવન ડીસમીસ કરવામાં આવ્યા છે. જયારે ટ્રાફીક પોલીસને ફરજમાંથી મોકુફ કરવામાં આવ્યા છે. પોલીસ પ્રાપ્ત વિગત મુજબ શહેરના ટ્રાફીક બ્રીગેડમાં માનવ સેવા આપતા અજય ખામરા નામનો યુવાન પોતાનો પોઇન્ટ ન હોવા છતાં તા.ર૧ ડીસે.ના રોજ ગોંડલ રોડ ચોકડી પાસે ઉઘરાણા કરતા સીસી ટીવીમાં કેદ થતા જે અંગે તાત્કાલીક અસરથી તેને પાંચ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા પરંતુ સસ્પેન્ડ દરમ્યાન તે અન્ય ટ્રાફીક વોર્ડન અજય ગોસ્વામી સહીત બન્ને ઉઘરાણા કરતા હોવાનું ઘ્યાને આવતા સંયુકત પોલીસ કમિશ્નરે સિઘ્ધાર્થ ખત્રીએ બન્નેને ડીસમીસ કરવામાં આવ્યા છે. તેમજ પોલીસ કોન્સ્ટેબલ નારણભાઇ નકાભાઇને તાત્કાલીક અસરથી ફરજ મોકુફ કરવામાં આવ્યા છે.