હેલ્મેટ અને લાઈસન્સ ન ધરાવતા વિદ્યાર્થીઓને દંડ ફટકારાયો
શહેર વધતી જતી ટ્રાફીકની સમસ્યાઓ અને સર્જાતા જીવલેણ અકસ્માત પર કાબુ મેળવવા માટે શહેર પોલીસ દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફીક નિયમન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે જીવલેણ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેર પોલીસ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વે મૂજબ હેલ્મેટ નહિ પહેરવાને કારણે દ્વિચક્રી વાહનના ચાલકોના મોતનું પ્રમાણ ચિંતા જનક રીતે વધ્યું છે.
જેના ભાગપે શહેર ટ્રાફીક પોલીસ દ્વારા શહેરીજનો હેલ્મેટ પહેરતા થાય તે હેતુથી ટ્રાફીક પોલીસ દ્વારા શહરેની જુદી જુદી શાળા કોલેજોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ચેકીંગ દરમિયાન શાળા કોલેજો દ્વિચક્રી વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ કે જેમણે હેલ્મેટના પહેર્યું હોય તેઓને મેમો ફટકારી દંડ વસુલવામ આવ્યો હતો. જોઈન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું હતુ કે શાળા કોલેજમાં ડ્રાઈવનો હેતુ દંડ વસુલવાનો નથી. પરંતુ કોઈના પરિવારનો ચિરાગ અકસ્માતમાં બુઝાઈ જાય નહિ અને લોકો હેલ્મેટ પહેરતા થાય અને શહેરીજનો સુરક્ષીત રહે તે છે.