ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનો માલુમ પડશે તો ભરી પીવામાં આવશે
બગસરા પોલીસ સ્ટેશનમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ડી.કે.સરવૈયા પહેલા સાવરકુંડલા પોતાની કડક છાપ ધરાવતા હોય અને હાલ બગસરામાં બદલી થતા અહીં બગસરાનો વર્ષો જુનો પ્રશ્ન ટ્રાફિક સમસ્યા લોક દરબારમાં પણ આ પ્રશ્નની જ રજુઆત હોય જે પ્રશ્નનો હલ કરવા બગસરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સરવૈયા, ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં જુના બસ સ્ટેન્ડ પાસેનો વિસ્તાર હોસ્પિટલ રોડ, ગોંડલીયા ચોક, વિજય ચોક, પેટ્રોલ પંપવાળો રોડ, કોલેજ રોડ, કુંકાવાવ નાકા વગેરે વિસ્તારોને ચોખા કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.ગેરકાયદેસર આડેધડ વાહન પકડી દંડ કરવામાં આવશે. હાલ બે દિવસની કામગીરીમાં ૩૫ જેટલા વાહનને દંડ ફટકારવામાં આવ્યો છે. સાતથી આઠ વાહન ડીટેઈન કરેલ છે. આ કામગીરી ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, અન્ય વેપારીગણ વિદ્યાર્થી તમામ બગસરાની પ્રજા આ કામગીરીથી ખુશ છે. પી.એસ.આઈ સરવૈયા દ્વારા અલગ અલગ વિસ્તાર જઈને વેપારીઓને સુચના આપવામાં આવી હતી કે સોમ, મંગળ, બુધ જમણી સાઈડ વાહન રાખવા ગુરુ, શુક્ર, શનિ ડાબી સાઈડ વાહન એક સાથે પોતાના વાહન થપો કરીને રાખવા સિંગલ સાઈડ ખુલી રહે અને વાહનો અવર જવર કરી શકે અને આ ઉપરાંત જો કોઈ ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો અમે ટ્રોલી સાથે આખા દિવસમાં બેથી ત્રણ વાર નિકળશુ તો વાહન ગેરકાયદેસર રીતે માલુમ પડશે તો ભરી જશું.