રંગેચંગે યોજાયેલા લગ્ન પ્રસંગમાં રાજકીય અગ્રણીઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સામાજીક આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી:
ચિ. પ્રિયંકાબા અને સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરી પેટ્રોલ પંપના વ્યવસાય સાથે જોડાયેલા હરશ્યામસિંહ સરવૈયાએ પ્રભુતામાં પગલા માંડયા
શહેરમાં ટ્રાફિક બ્રાન્ચમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા બળવંતસિંહ ખેંગારજી જાડેજા (બી.કે.જાડેજા)ની સુપુત્રી ચિ પ્રિયંકાબાના તા.૧ ડિસેમ્બરે વેકરીના વતની અને સિવિલ એન્જિનીયરીંગનો અભ્યાસ કરી ગોંડલ ખાતે પેટ્રોલ પંપ ધરાવતા હરશ્યામસિંહ જયેન્દ્રસિંહ સરવૈયા સાથે લગ્ન યોજાયા હતા. લગ્ન પ્રસંગમાં રાજકીય, સામાજીક અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ બી.કે. જાડેજા, ગુલાબસિંહ જાડેજા (નિવૃત એએસઆઇ ક્રાઇમ બ્રાંચ) નવલસિંહ જાડેજા (એ ડિવિઝન પી.આઇ.) અને જીતુેભા જાડેજા (જીવન કોમર્શિયલ બેંક)ના મોંઘેરા મહેમાન બન્યા હતા.
રાજકોટના પ્ર.નગર પોલીસ મથકમાં પી.એસ.આઇ. તરીકે પ્રસંશનીય ફરજ બજાવનાર જયેન્દ્રસિંહ જાલમસિંહ સરવૈયાના પુત્ર હરશ્યામસિંહ સરવૈયાની વેલ સવારે તા.૧ ડિસેમ્બરે સવારે દસ વાગે રાજકોટ ખાતે આવી હતી તે પૂર્વે જાડેજા પરિવાર દ્વારા મંડપ મુર્હત યોજાયું હતુ અને કાઠીયાવાડ જીમખાના ખાતે યોજાયેલા ભોજન સમારંભમાં સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર અરૂણકુમાર શર્મા અને ‘અબતક’ મિડીયા હાઉસના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ ખાસ હાજરી આપી હતી. આ ઉપરાંત ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, બાંધકામ સમિતિના ચેરમેન મનિષભાઇ રાડીયા, બાનલેબ્સના મૌલેશભાઇ ઉકાણી, ખોડલધામના સ્થાપક નરેશભાઇ પટેલ, જીવન કોમર્શિયલ બેન્કના એમ.ડી.નરેન્દ્રસિંહ જાડેજા, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરસીદ અહેમદ, રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, વ્યારાના ડીવાય.એસ.પી. સંજય રાવે શુભેચ્છા પાઠવી હતી.
સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર અરૂણકુમાર શર્મા અને ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા લગ્ન પ્રસંગે મળતા બંને વચ્ચેના સ્નેહ ભર્યા સંબંધો વાગોળ્યા હતા.
વેકરીથી આવેલા વેલના મહેમાનોને બપોરે ૨.૩૦ કલાકે વિદાય આપવામાં આવી ત્યારે જાડેજા પરિવારની લાડલીની વિદાય વેળાએ સૌની આંખ ભીની થઇ હતી.
રંગીલા રાજકોટના નાગરિકો અને મીડિયા પોઝીટીવ હોય અહી કામ કરવાનો અનુભવ ચિરસ્મરણીય: એ.કે. શર્મા
‘અબતક’ને આપેલી ખાસ મુલાકાતમાં રાજકોટ શહેર પોલીસમાં ડીસીપી તરીકે ભાસ્કર પારેખ અપહરણ કેસને ઉકેલીને આંતરરાષ્ટ્રીય ગેંગની સંડોવણી ખૂલ્લી પાડવા બદલ ગૌરવ અનુભવતા સીઆરપીએફના એડી. ડી.જી. એ.કે. શર્મા
ગુજરાત કેડરના સિનિયર આઈપીએસ અધિકારી અને હાલ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર રહેલા અરૂણકુમાર શર્મા ગઈકાલે રાજકોટમાં એક લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેવા આવ્યા હતા હાલ સીઆરપીએફના એડીશ્નલ ડીજી તરીકે કાર્યરત એ.કે.શર્મા રાજકોટ શહેર પોલીસમાં ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ડીસીપી તરીકે રાજકોટ શહેરમાં યશસ્વી કામગીરી બજાવનારા એ.કે. શર્માએ અબતકને આપેલી ખાસ મુલાકાતમાં તેમના રાજકોટ સાથે સંસ્મરણોને વાગોળ્યા હતા. એ.કે. શર્માએ મુલાકાત દરમ્યાન જણાવ્યું હતુ કે મારા રાજકોટ સાથેના જૂના સંબંધો છે અને લગભગ સાડા પાંચ વર્ષ સુધી ફરજ બજાવેલી છે. જે અધિકારીઓ મારી નીચે કામ કરતા છતા એમાના એક અધિકારીના સામાજીક પ્રસંગે આજે હું ઉપસ્થિત રહ્યો છું પહેલા કરતા અત્યારે રાજકોટમાં પુષ્કળ પ્રમાણમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને જનસંખ્યા પણ ખૂબજ વધી છે. એ પ્રમાણમાં પોલીસ માટે ચેલેન્જ પણ વધી ગઈ છે. પરંતુ પોલીસ અધિકારીઓનો ઉત્સાહ અકબંધ છે. અને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે.
રાજકોટ શહેરમાં પોતાની કામગીરીમાંથી ભાસ્કર પારેખ કેસની કામગીરીને શર્મા સાહેબે શ્રેષ્ઠ ગણાવી હતી ૨૦૦૦ની સાલમાં બે યવાનોના અપહરણ થયા હતા તેની અવેજીમાં બહુ મોટી રકમ માંગવામાં આવી હતી તેમા ઉંડાણમા તપાસ કરતા પાછળ આંતરરાષ્ટ્રીય ગેંગ હતી આ ગેંગનુ કામકાજ અહીયાથી ૧૦-૧૨ લોકો સંભાળતા હતા તેમાં રાજશી મેર તે અગાઉ પણ ખંડણીમાં સંડોવાયેલા હતા રાજશીએ પોરબંદર રાજકોટના સંપર્ક અને દુબઈના રાજુ ઉનળકટ સાથેની માહિતી મેળવીને આ પ્લાન બનાવ્યો હતો. તે બનાવમાં રાજકોટની પોલીસે બહુ મહેનત કરી હતી ત્યારે પોલીસ કમિશ્નર સુધીરકુમાર સિંહા હતા ત્યારે હું ડીસીપી તરીકે હતો.
તે સમયે ૩-૪ દિવસમાં એક યુવાનને ભરૂચના વાલીયા પાસેથી સોધી કાઢ્યો હતો ત્યારે રાજશીનું એન્કાઉન્ટર પણ થયું હતુ ત્યારબાદ બીજા યુવાનને દિલ્હીથી છોડી દેવામાં આવ્યો હતો. પછી તપાસ કરતા આખી ગેંગ પકાય હતી જેમાં આતંકવાદી ગ્રુપની પણ સંડોવણી હતી એની તપાસ ૨ મહિનાએ પૂર્ણ થઈ હતી અને ૨૫ જેટલા આરોપીની ધરપકડ કરી હતી આ આરોપીઓ કલકતાના બોમ્બ વિસ્ફોટમાં પણ સંડોવાયેલા હતા. આ ખૂબજ ચેલેન્જીંગ કેસ હતો જેમાં મારા સહિતની રાજકોટ પોલીસિ જાતે જ બધુ પાર પાડયું હતુ.
રાજકોટીયન્સને રંગીલા ગણતા શર્મા સાહેબે જણાવ્યું હતુ કે બીજા શહેરો કરતા રાજકોટનાપ્રજાજનો પાસેથી ખૂબજ સારો સાથ સહકાર મળે છે. બીજા શહેરો કરતા અહીના લોકો ખૂબજ સર્પોટીવ અને હુંફવાળા છે. રાજકોટના લોકો અધિકારીઓને કાયમી માટે યાદ રાખે છે. જયારે આવા ચેલેન્જીંગ બનાવ બને ત્યારે પ્રજાજનો સપોર્ટ બમણો થઈ જાય છે. આ સાથ સહકારને લીધે અધિકારીઓ ઉત્સાહથી કામ કરી શકે છે જેથી ઘણા બનાવો અટકાવી પણ શકાય છે.
રાજકોટની મિડિયા પણ ખૂબજ સકારાત્મક રોલ બજવે છે જયારે અધિકારી કોઈપણ પ્રકારના દબાણ સવગર કામ કરતા હોય ત્યારે મીડીયા પણ ખૂબજ સહકાર આપતા હોય છે. અને સારૂ કવરેજ આપે છે. જેને લીધે અધિકારીને કામ કરવામાં પ્રોત્સાહન મળે છે.તેમ જણાવીને શર્મા સાહેબે અંતમાં ઉમેર્યું હતુકે રાજકોટનો વિકાસ ખૂબજ સારો થયો છે. જેને લઈને પોલીસ તંત્ર માટે ચેલેન્જ પણ ઉભી થઈ છે. પરંતુ રાજકોટ શહેરના મળેલા સારા અધિકારીઓના કારણે અન્ય શહેરોની સરખામણીમાં રાજકોટમાં ક્રાઈમ રેટનું પ્રમાણ ખૂબજ ઓછુ રહેવા પામ્યું છે.