માટે આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલ અકસ્માતોનાં સચોટ સ્થળ, સમય તથા અકસ્માતનો કારણોનો અભ્યાસ કરી બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવેલ છે.
32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન લોકોને જાગૃત કરી વાહન અકસ્માતો ઘટાડવા માટે નેશનલ હાઇવે તથા સ્ટેટ હાઇવે પર આવેલ બ્લેક સ્પોટ પર અકસ્માત સંભવિત વિસ્તારના હોર્ડિંગ્સ લગાવવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ કમિશનર એચ.એલ. રાઠોડ આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ.ઝાલા, એમ.ડી. વાળાનાઓ સાથે સ્થળ પર મુલાકાત લઇને 7 બ્લેક સ્પોટ પર જનભાગીદારીથી નેશનલ હાઇ વે પર ટ્રાંસપોર્ટ નગર સર્વિસ રોડ, આજી નદીના પૂલ પાસે, કોઠારીયા ચોકડી ઓવરબ્રીજ પાસે, ઢોલરા પાટીયા પાસે, તથા રાજકોટ – ભાવનગર સ્ટેટ હાઇ વે પર ગઢકા ગામ પાટીયા પાસે, વિઠ્ઠલવાવના વળાંક પાસે, ત્રંબા ગામ ખાતે સચિત્ર હોર્ડિંગ્સ લગાવવામાં આવેલ છે.