જીવન જયોત કલબ અને કુમકુમ વેલનેસનું સંયુકત આયોજન

જીવન જયોત કલબ અને કુમકુમ વેલનેસ દ્વારા ટ્રેડીશનલ દુલ્હન સેમિનારનું તા.૧૬ને રવિવારના રોજ વિરાણી ચોક, નાગર બોર્ડીંગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. બહેનોમાં રહેલુ કૌશલ્ય બહાર આવે તેવા હેતુથી સમગ્ર આયોજન કરાયું છે. સેમિનાર અંગે વધુ વિગત આપવા બ્યુટીશ્યન અંજુબેન પાડલીયા, આશિષભાઈ વાઢેર સહિત કલબના હોદેદારોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

સેમીનારમાં બ્યુટી કોન્ટેન્સ યોજાશે જેમાં ૫૧ દુલ્હન એક જ સ્ટેજ પર રેમ્પ કરી પોતાનું કૌશલ્ય દેખાડશે તા.૧૬ના રોજ બપોરે ૨ થી ૪ કલાકે બ્રાઈડલ કોન્ટેસ્ટ, ૪ થી ૪.૩૦ ટી બ્રેક, ૪.૩૦ થી ૬ સ્ક્રીન કેર, ૬ થી ૭ વિજેતાઓને સર્ટીફીકેટ તથા ગીફટ એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે અતિથી પદે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો. હેમાંગ વસાવડા, પ્રદિપ ત્રિવેદી અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી મહેશ રાજપુત ઉપસ્થિત રહેશે.સેમિનારની એન્ટ્રી ફી રૂ૧૫૦ રાખવામાં આવી છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે મો.નં. ૯૯૯૮૨૦૦૦૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.