પંથકમાં ૧૦૦ થી વધુ મલ્લોએ મેળામાં ભાગ લઇને બાહુબળ બતાવ્યું
હજારો વર્ષો જુની આજ પરંપરા ને જાળવી રાખવા દર વર્ષે ધુળેટીના દિવસે જામ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે કુસ્તીનું આયોજન ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવે છે. જેમાં બારાડી ઓખા મંડળ તેમજ ખંભાલીયા, ભાણવડ વિસ્તારમાંથી બથીયાઓ ઉમટી પડેલ રસિયાઓ ભાગ લ્યે છે. વડીલો ના જણાવ્યા મુજબ ભાટીયાનો આ મલ્લકુસ્તી મેલો આશરે ૯૩ વર્ષથી ધુળેટીના દિને યોજવાની પરંપરા અકબંધ રહેલ છે.
આ વર્ષે પણ મલ્લ કુસ્તીનું આયોજન થયેલ જેમાં આશરે ૧૦૦ જેટલા મલ્લોએ ભાગ લીધેલ ને પોતાના બાહુબળ બતાડયું હતું અને સાથળે થાપી મારી બીજા મલ્લને ઉત્સાહિત કરતો નજરો જોવા જેવો બનેલ આ મલ્લ કુસ્તી જોવા કુસ્તીરસિયાઓ દુર દુરના ગામોમાંથી એકઠા થયેલ.આ મલ્લ કુસ્તીમેલો ભાટીયાના સરપંચ ના પ્રતિનિધિ તરીકે ખીમાભાઇ ચાવડા મુખ્ય આયોજક તરીકે તેમજ ઉપસરપંચ બાબુભાઇ ગોજીયા, સદસ્ય પ્રફુલભાઇ ભાયાણી, રામભાઇ લુહાર, તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પીઠાભાઇ વારોતરીયા સહીતના ઉ૫સ્થિત રહી મલ્લોને પ્રોત્સાહીત કરેલ તેમજ રેફરી તરીકે વિજયભાલ કરંગીયા હમીરભાઇ ચાવડા રહ્યા હતા.