બજારોમાં ૮૦૦ થી ૪૫૦૦ સુધીના મળતા ટ્રેડિશનલ ડ્રેસ
આજ થી શરૂ થઈ રહેલા માં આદ્યશક્તિની ઉપાસનાનું મહાપર્વ નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને યુવક-યુવતીઓ વેશ પહેરવેશ વિષે વિશેષ કાળજી લઇ રહ્યા છે. જોકે દર વર્ષે મોરબીમાં પ્રાચીન વેશભૂષમાં યુવાનો રાસોત્સવ માણતા હતા. પરંતુ આ વર્ષે વેશભૂષામાં નવો ટ્રેન્ડ આવ્યો છે. તેથી બજારમાં પ્રાચીન ડ્રેસીસ સાથે અર્વાચીનની ડ્રેસીસની અવનવી વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે. અને ખેલૈયાઓમાં પણ પ્રાચીનની સાથે અર્વાચીન ડ્રેસ ખરીદવામાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બજારોમાં નવરાત્રી માટેના ડ્રેસની ખરીદી કરવા ખેલૈયાઓની બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.આ વર્ષે મોરબીમાં ખેલૈયાઓ માટે બજારોમાં પ્રાચીન ડ્રેસ સાથે અર્વાચીન ડ્રેસની પણ વેરાયટી જોવા મળી રહી છે. તેમજ નવરાત્રિના ડ્રેસ સાથે જવેલરીમાં પણ સીલિંગ, પમપમ, ગોટાંની વગેરેની વેરાયટી વધારે જોવા મળે છે. યુવતીઓ માટે ટ્રેડિશનલ ચણીયા ચોલી, રામલીલા ચણીયા ચોલી, નવરાત્રી સ્પેશ્યલ કુર્તી, સ્કર્ટ, ટોપી, દુપટ્ટા સહીત અન્ય ડ્રેસીસમાં રંગબેરંગી કલરમાં ગોટાનો ઉપયોગ કરી ઓછા ખર્ચમાં વધારે સુંદર અને આકર્ષક બનાવી શકાય છે.
યુવતીઓ માટે ટ્રેડિશનલ ડ્રેસ રૂ.૮૦૦ થી શરુ કરીને રૂ.૪૫૦૦ સુધીના ભાવમાં બજારમાં જોવા મળે છે. યુવાનો માટે પણ શેરવાની, ટ્રેડિશનલ ડ્રેસ, ધોતી કુર્તો, રંગબેરંગી છત્રી ટોપીઓ વગેરે બજારમાં જોવા મળે છે. તેમજ યુવતીઓ માટેની જવેલરીમાંનવરાત્રી માટેના હાર, માળાઓ, બંગડીઓ, કાનની બુટી, ફુલ સાઈઝ દામણી, હાલ્ફ દામણી, હાથમાં પહેરવાના કડા, હાથપગના મોજા અને સાંકળા વગેરેમાં ગોટા અને પમપમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જેથી વર્ષ કરતા આ વર્ષે ઓછા વજન વારા તેમજ વધારે આકર્ષક લાગે તેવા નયનરમ્ય કલરમાં જોવા મળી રહ્યા છે. જેથી ખેલૈયાઓને ગરબા રમવા સમયે વધારે વજન ના લાગે અને કોઈ પણ જાતના બોજા વિના ગરબા રમી શકે છે.
ખેલૈયાઓની વેશ પરિધાન અવનવા રાસોત્સવના સ્ટેપ્સની પદ્ધતિસરની તાલીમ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ જતા આજથી નવે નવ દિવસ રઢીયાળી રાત્રે રાસગરબે ઘૂમી આનંદ માણવાનો યુવાનોના હૈયામાં હરખ સમાતો નથી.