કોમ્પિટીશનમાં ૪૫ છોકરીઓ અને ૩૫ છોકરાઓ જોડાયા; તમામને સર્ટીફીકેટ અપાયા
બાળકોથી માંડીને મોટેરાઓ સુધી અનેકવિધ પ્રવૃત્તી કરતા સરગમ પરિવાર દ્વારા સરગમ ચિલ્ડ્રન કલબના ઉપક્રમે બાળકો માટે નવરાત્રીને અનુલક્ષીને ટ્રેડીશ્નલ ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બાળકો પરંપરાગત વેશભુષામાં સજજ થઈ આવ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોને ઈનામો આપવામાં આવ્યા હતા તથા ભાગ લેનાર તમામ બાળસભ્યોએ સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. નવરાત્રી આવી રહી છે ત્યારે બાળકોને ઉત્સાહિત કરવા માટે સરગમ કલબ દ્વારા આ પ્રકારનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે આ વર્ષે પણ આ સ્પર્ધાને જબ્બર પ્રતિસાદ મળ્યો છે.
આજની સ્પર્ધામાં વિજેતા ૩૦ બાળકોને ઈનામ અપાયા: ગુણવંતભાઈ ડેલાવાળા
અબતક સાથેની વાતચીત દરમિયાન સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતુ કે સરગમ કલબ, સરગમ ચિલ્ડ્રન કલબના ઉપક્રમે છેલ્લા ૧૦ વર્ષથી નવરાત્રી મહોત્સવને અનુલક્ષીને બાળકો માટે નવરાત્રી ટ્રેડીશનલ ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ જેના ભાગરૂપે આજે હેમુગઢવી નાટયગૃહમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૪૫ જેટલી ગર્લ્સએ ભાગ લીધો છે. ૩૫ જેટલા બોયસએ ભાગ લીધો છે. તમામ ભાગ લેનાર બાળકોને સર્ટીફીકેટ આપવામાં આવશે ગર્લ્સ અને બોયસમાં ૧૫-૧૫ જેટલા સીલેકટ કરી અને ૩૦ બાળકોને ઈનામ આપવામાં આવશે. બાળકોને અમે રમવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે. સરગમ કલબ દ્વારા બાળકો માટે નાગર બોર્ડીંગમાં કનૈયા રાસોત્સવનું આયોજન કરતા હોય છીએ તેમજ બહેનો માટે ગોપી રાસનું ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં આયોજન કરીએ છીએ.
મેં કોમ્પિટીશન માટે ઘણી પ્રેકટીસ કરી: પવન માણેક
અબતક સાથેની વાતચીત દરમિયાન પવન માણેકએ જણાવ્યુંં હતુ કે આજે હેમૂગઢવી હોલ ખાતે નવરાત્રી અંતર્ગત ટ્રેડીશનલ ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હું સરગમ ચિલ્ડ્રન કલબ સાથે જોડાયેલું છું અને મેં અગાઉ પણ સ્પર્ધામાં ભાગ લીધેલ છે. આજની સ્પર્ધા માટે ખૂબજ ઉત્સાહીત છું મેં કોમ્પીટીશન માટે ઘણી પ્રેકટીસ કરી હતી દરરોજ બે કલાક ગરબાની પ્રેકટીસ કરી હતી. દરરોજ બે કલાક ગરબાની પ્રેકટીસ કરી હતી હું કોમ્પીટીશનમા જીતવા માટે ભાગ નથી. લેતો પરંતુ મને સ્પર્ધામાં ભાગ લેવાથી મારો આત્મવિશ્ર્વાસ વધે એટલે હું ભાગ લઉ છું.
આ પ્રકારની સ્પર્ધાથી મારો સ્ટેજ ફિયર દૂર થશે: સુજલ નડીયાપરા
અબતક સાથેની વાતચીત દરમિયાન સુજલ નડીયાપરાએ જણાવ્યું હતુ કે હું સરગમ ચિલ્ડ્રન કલબની મેમ્બર છું સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે હેમુગઢવી હોલ ખાતે નવરાત્રીનાં ઉપલક્ષે ટ્રેડિશનલ ડ્રેસ કોમ્પીટીશનનું આયોજન થયું છે. મેં આ સ્પર્ધામાં ભાગ લીધો છે મને નવરાત્રી ખૂબજ ગમે તેથી આજની સ્પર્ધા માટે મેં ચણીયાચોલી ભાડે લીધા છે. અને સ્પર્ધા માટેની ખૂબજ તૈયારી કરી છે. મને ખૂબજ મજા આવે છે. મારામાં જે સ્ટેજ ફીયર હતો તે દૂર થાશે. હું ખૂબજ ઉત્સાહીત છું કારણ કે અમે એક સ્ટેજ મળે છે.જેથી અમે આગળ વધી શકીએ.