કોરોના મહામારી અને તેના કારણે લાગુ કરવામાં લોકડાઉનમાં રાજયના આ ક્ષેત્રના કારીગરોના ધંધા – રોજગારને અસર પડેલ હોય તેમના ધંધા – રોજગારને વેગ આપવા માટે સરકાર દ્વારા એક ડગલું આત્મનિર્ભરતા તરફ લઇ જવાના પગલારૂપે આવા કારીગરો રોજગારી મેળવી આત્મનિર્ભર થઇ ફરી રાબેતા મુજબનું જીવન પંથે આગળ વધે તેવા શુભ આશયથી તા.૧૧-૨ સુધી હવેલી ગ્રાઉન્ડ, કામથ હોટલની બાજુમાં, સ્વામિનારાયણ મંદિર સામે, સેલવાસ ખાતે “ ગુજરાત હસ્તકલા ઉત્સવ ” નું આયોજન કરેલ છે.
આ પ્રદર્શનમાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારની હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉધોગના કુલ ૧૩૦ વ્યકિતગત કારીગરો / હસ્તકલા – હાથશાળ મંડળીઓ / સ્વૈચ્છીક સંસ્થાઓ / સ્વસહાય જુથો / એનજીઓ / સખી મંડળો / કલસ્ટર્સનાં કારીગરો વિગેરે દ્વારા પ્રદર્શન – સહ – વેચાણ કરવાનું આયોજન છે. આ પ્રદર્શનનો સમય સવારના ૧૧.૦૦ કલાક થી રાત્રીના ૮.૦૦ કલાક સુધીનો છે . જેમાં કારીગરો દ્વારા રાજયની ભાતીગળ હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ , ભરત કામ, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, લેધર વર્ક, અકીકની આઇટમો , વુડન વોલપીસ, ગૃહઉધોગ, ટીની ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા વિગેરે સાથે બીજુ ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન – સહ – વેચાણ કરવામાં આવનાર છે. આ સમગ્ર ઉત્સવનું આયોજન ઇન્ડસ્ટ – સીની કાર્યવાહક નિયામકશ્રી, ડી.એમ.શુકલ જી.એ.એસ, ના માર્ગદર્શન હેઠળ મેનેજરશ્રી આર.આર.જાદવના સંકલન દ્વારા કરવામાં આવેલ છે. કારીગરોને સીધુ બજાર પુરૂ પાડવાના ઉમદા આશયથી સેલવાસની કલા પારખુ પ્રજાને આ ગુજરાત હસ્તકલા ઉત્સવ ” ની મુલાકાત લઇ ગુજરાત રાજયના કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણાક ઝડપી લેવા ડી.એમ.શુકલ જી.એ.એસ., કાર્યવાહક નિયામક, ઇન્વેસ્ટ – સી દ્વારા અનુરોધ કર્યો છે.
કારીગરોની આજીવિકામાં વધારો અને વૈવિધ્યપુર્ણ કલા વારસા આગળ ધપાવવાનો હેતુ
ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. ઇન્વેસ્ટ – સી નો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા – હાથશાળ , કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્ય, ભાતીગળા અને વૈવિધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દેશન કરવાનો છે .