ચોટીલામાં વિવિધ વિસ્તારો માં હુતાસણી ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ચામુંડા માતાજી ના ડુંગર ઉપર વર્ષો ની પરંપરા મુજબ હોળી પ્રાગટય બાદ શહેર ના પોપટપરા મફતીયા પરા કોઠારી શેરી અને અન્ય શેરી વિસ્તારોમાં ધાર્મિક પરંપરા મુજબ હોળી પ્રાગટય બાદ લોકો દર્શને ઉમટ્યાં હતાં
જ્યારે ચામુંડા માતાજી ના ડુંગર ઉપર વર્ષો જુની ધાર્મિક પરંપરા મજબ આ વર્ષે પણ સંધ્યા સમયે હુતાસણી પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.અને માતાજી ના દર્શને પધારેલા ભાવિકો એ દર્શન કરી લહાવો લીધો હતો.જયારે ચોટીલા શહેર ના શેરી વિસ્તારોમાં હોળી પ્રાગટય બાદ ખાસ કરીને બહોળા પ્રમાણમાં મહીલાઓ એ દર્શન કરી ખજુર ધાણી અર્પણ કરી હોળી માતા ની પરંપરા મુજબ પ્રદક્ષિણા કરી દર્શન કર્યા હતાં. જ્યારે કોરોના ના કારણે ધુળેટી પ્રસંગે શહેરમાં ખેલૈયાઓ નહીવત જોવા મળ્યાં હતાં અને તેના કારણે પિચકારી , રંગો વેચતા વેપારીઓ ની ગરાગી માં પણ ઓટ આવી હતી.