ભારતે ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓમાં આયાત ડ્યુટી વધારતા જાપાન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના શરણે
હાલ અમેરિકા અને ચીન વચ્ચે જે ટ્રેડવોર ચાલી રહ્યો છે તેનાથી બીજા કોઈ દેશને ફાયદો થાય કે ન થાય પણ ભારત દેશને પૂર્ણતહ ફાયદો થશે તે વાત સાચી છે. વાત કરવામાં આવે તો ચાઈનામાં જે રોકાણકારો રોકાણ કરી રહ્યા છે તે સીધુ રોકાણ ભારત દેશમાં આવશે તેવી પણ આશા સેવાઈ રહી છે. સવિશેષ વાત કરવામાં આવે તો ભારત હંમેશ કુટનીતિમાં તમામ દેશોને પછાડયા છે અને પોતાની એક આગવી ઓળખ પણ ઉભી કરી છે.
અમેરિકા દ્વારા ઈરાન પર મુકવામાં આવેલા પ્રતિબંધ કે પછી અમેરિકા અને ચીન વચ્ચેનાં ટ્રેડવોર ભારત દેશની ભૂમિકા ખુબ જ મહત્વની રહી છે ત્યારે અમેરિકા અને ચાઈના વચ્ચેનાં ટ્રેડવોરથી વિશ્ર્વની આર્થિક વ્યવસ્થાને પણ અસર પહોંચશે તો નવાઈ નહીં ત્યારે યુ.એસ. અને ચાઈના વચ્ચેનો ટ્રેડવોર ભારત માટે કઈ રીતે ઉપયોગી અને મહત્વપૂર્ણ સાબિત થશે તે જોવાનું રહ્યું. ચાઈનામાં જે ઉત્પાદન ક્ષેત્ર ધમધમી રહ્યું હતું.
તે હવે ભારતમાં ધમધમશે. કારણકે અમેરિકા દ્વારા જે ચીન પર ડયુટી લગાડવામાં આવી છે તેનાથી ચાઈનાને આર્થિક રીતે મોટી નુકસાની પહોંચે તેવી સંભાવના જોવાઈ રહી છે જેથી મેન્યુફેકચરીંગ યુનિટો ભારતમાં સ્થપાશે અને ભારતનાં અર્થતંત્રમાં પણ સુધારો જોવા મળશે. જીયોમી કંપની કે જે ચાઈનાની મોબાઈલ કંપની છે તેનું ટર્ન ઓવર ૨૬ મિલીયન ડોલરનું પાછલા ૧૦ દાયકામાં ઓછુ નોંધાયું છે જેનું કારણ અમેરિકા અને ચીન વચ્ચેનાં ટ્રેડવોરનું પણ માનવામાં આવી રહ્યું છે.
ત્યારે ચીની રોકાણ ભારતમાં આવાથી અને જીયોમી કંપની પણ પોતાના મોબાઈલ ફોન અને ટેલીવીઝનનું ઉત્પાદન ભારત દેશમાં કરશે તેવું પણ સામે આવી રહ્યું છે. સાથો સાથ એપલનાં આઈફોનનું પ્રોડકશન પણ હવે ચીનની બદલે ભારતમાં થશે. વૈશ્ર્વિક સ્તર ઉપર વાત કરવામાં આવે તો ભારતનાં નિકાસકારોને અમેરિકા અને ચીન વચ્ચેનાં ટ્રેડવોરનો ફાયદો મળશે. કારણકે ચીન જે રોકાણો કરવામાં આવી રહ્યા છે તે સીધા હવે ભારતમાં કરવામાં આવશે.
હાલ ભારત વૈશ્ર્વિક સ્તર ઉપર પોતાનું એક અલગ જ પ્રભુત્વ ઉભું કરી રહ્યું છે ત્યારે જાપાન પણ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનાં શરણે આવી ગયું છે. ભારત દ્વારા ઈલેકટ્રોનિક ચીજ વસ્તુઓમાં આયાત ડયુટી વધારતા જાપાન ઉપર સંકટનાં વાદળો છવાઈ ગયા છે જેનાં કારણે જાપાન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની મદદ માટે ગુહાર પણ લગાવી છે. ગત વર્ષોમાં ભારત ૧૦ ટકા ઈમ્પોર્ટ ડયુટી ઈલેકટ્રોનિક ચીજ વસ્તુઓમાં લગાવી હતી જેમાં સીધો વધારો કરતા હવે ભારત જાપાન પર ૨૦ ટકાની ઈમ્પોર્ટ ડયુટી લગાડી છે જે જાપાન માટે ઘણા ખરા અંશે તકલીફદાયક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.