ત્રણેય ઝોનનાં અલગ-અલગ વિસ્તારોમાં સોલીડ વેસ્ટ શાખાનુંં ચેકિંગ
શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આજે સોલીડ વેસ્ટ શાખાની ટીમ દ્વારા શહેરનાં ત્રણેય ઝોન વિસ્તારમાં પરત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરનાર વેપારીઓ પાસેથી રૂા.૬૨,૮૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જુદા-જુદા વિસ્તારોમાં ૨૮ આસામીઓ પાસેથી ૩૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક અને ૧૬૦૦ નંગ પ્લાસ્ટીકનાં ગ્લાસ અને ૧૫૦૦૦ નંગ પ્લાસ્ટીકનાં કપ જપ્ત કરવામાં આવ્યા હતા અને ૩૦,૫૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરાયો છે.
ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૮ આસામીઓ પાસેથી ૩૭ કિલો પ્લાસ્ટિક, ૩૭૦૦ નંગ પ્લાસ્ટિકનાં ગ્લાસ, ૩૦૦ નંગ ચમચી જપ્ત કરી રૂા.૧૦,૫૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો જયારે વેસ્ટ ઝોન વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ૧૯ આસામીઓ પાસેથી ૧૦૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક, ૯૦૦ નંગ પ્લાસ્ટીકનાં ગ્લાસ, ૧૨૦૦ નંગ પ્લાસ્ટીકની ચમચી જપ્ત કરી રૂા.૧૯,૮૦૦નો દંડ વસુલ કરાયો હતો. આ કામગીરી મ્યુનિ. કમિશનરને આદેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર, આસી. એન્જી. ભાવેશભાઈ તથા રાકેશભાઈ તેમજ વેસ્ટ ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરાયેલ.