ચોટીલા શહેરમાં એક કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ કોરોના સંબંધી તંત્રની કામગીરી બાબતે વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે અસરગ્રસ્ત વિસ્તારમાં વહાલા-દવલાની નીતિ રાખવામાં આવતી હોવાના વેપારીઓનો આક્ષેપો છે. જ્યારે ચોટીલા શહેરમાં પુરુષ ને કોરોના પોઝિટિવ આવ્યા બાદ બે વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારને ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા કોરોનાના નિયમો ને લઈને વેપારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે જેમાં ખાંડી પ્લોટ વિસ્તારના અંદાજે ૩૦૦ જેટલા વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે
જ્યારે અનેક વેપારીઓએ જણાવ્યું હતું કે શાસ્ત્રીનગર માં એક કોરોના પોઝિટિવ આવતા ફક્ત ઘરને સીલ કરવામાં આવેલ છે અને ખાંડી પ્લોટ વિસ્તારમાં એક કેશ આવતા ઘરને બદલે સમગ્ર વિસ્તાર શીલ કરવામાં આવેલ જે અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેવા નારા સાથે વેપારીઓમાં કોરોના વાયરસ બાબતે તંત્ર દ્વારા લેવાતા નિયમોમાં ફેરફારની બાબતે અસંતોષની લાગણી ઊભી થવા પામી છે