જામનગર સમાચાર
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં દિવાળીના તહેવારો રંગેચંગે મનાવવામાં આવ્યા હતાં, મંદિરોમાં પણ વિશિષ્ટ દર્શનનો લાભ ભકતોએ લીધો હતો, દિવાળીની બપોર બાદ મોટાભાગના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ કરી દીધા હતાં, જામનગરમાં વર્ષોથી દિવાળીથી પાંચમ સુધી બ્રાસના કારખાનાઓ બંધ રહે છે, જામનગર બ્રાસનું હબ ગણાય છે ત્યારે આજે સવારે વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ભગવાનને પ્રાર્થના કરીને નવા વર્ષના ધંધા-રોજગારનો શુભારંભ કરીને મુર્હુતમાં સોદા પાડયા હતાં.
દિવાળીના તહેવારોમાં જામનગરની બજારોમાં આ વખતે ભારે ઘરાકી જોવા મળી હતી, કપડા, બુટ-ચપ્પલ, વાહન, સોના-ચાંદીના ઘરેણા, ઘર સજાવટની વસ્તુઓ, કાર, ઇલેકટ્રોનીકસ આઇટમો સહિતની ચીજવસ્તુઓમાં ધંધા-રોજગાર સારા રહ્યા હતાં, ફર્નીચરમાં પણ સારી એવી ઘરાકી જોવા મળી હતી અને લોકોએ સારી એવી કમાણી પણ કરી હતી અને આ વખતે લાંબા સમય બાદ ઘરાકીનો સારો માહોલ જોવા મળતાં વેપારીઓ પણ ખુશખુશાલ થઇ ગયા હતાં.
સાગર સંઘાણી