- કપાસિયા તેલમાં કપાસિયા તેલ જ નહી! શ્રીખંડમાં સિન્થેટીક કલરની ભેળસેળ, દિવેલનું ઘીમાં ફોરેન ફેટ પનીરમાં પણ ફોરેન ફેટની ભેળસેળ, શુઘ્ધ ઘીમાંથી વેજી ટેબલ ઓઇલ મળી આવ્યું: ફરાળી લોટમાં ઘંઉના લોટની ભેળસેળ ખુલ્લી
- ખાદ્ય સામગ્રીના 11 નમુના ફેઇલ જતા વેપારીઓને 7.25 લાખનો દંડ
ફરાળી લોટમાં ઘંઉના લોટની ભેળસેળ કરી શ્રઘ્ધાળુની આસ્થા અભડાવન ને માત્ર રૂ. પ હજારનો દંડ ફટકારવામા આવ્યો છે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાધ્યપદાર્થના 11 નમૂના ફેઇલ કુલ રૂ. 7,40,000/- નો દંડના હુકમ કરવામાં આવ્યો છે.દુધસાગર રોડ પર આર.એસ. ગૃહ ઉઘોગમાંથી “ચણા(લુઝ)” નો નમુનોના પુથ્થકરણ રિપોર્ટમાં ધારા ધોરણ કરતાં વધુ મોઈશ્ચર, ફોરેન મેટર તથા સડેલા દાણા હોવાને કારણે નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો છે. પેઢીના માલિક રબ્બીભાઈ બસંતભાઇ ગુપ્તાને રૂ.5 લાખનો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
અશોક ગાર્ડનની બાજુમાં શ્રીરામ ગૃહ ઉઘોગમાંથી “કેશર શિખંડ(લુઝ)” નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી તેમજ સીન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલો એચસીએફની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો હતો. પેઢીના માલિક સંજયભાઈ ડાયાભાઇ ટાંકને રૂ.1,25,000 નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
ચુનારાવડ શેરી નં.4 માં “સ્વસ્તિક રિફાઈન્ડ કપાસિયા તેલ ” નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં કપાસિયા તેલની ગેરહાજરી તથા લાયસન્સ નંબર, ે તથા એક્સપાયરી ડેટ માર્કિંગ ન હોવાને લીધે નમૂનો “સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાન્ડેડ” જાહેર થયેલ. પેઢીના માલિક સુનિલભાઈ હરેશભાઈ રાવતાનીને તથા રિપેકર પેઢીના માલિક વિમલભાઈ નટવરલાલ તન્નાને કુલ મળીને રૂ.1,05,000/- નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.
કોઠારીયામાં શ્રી જય અંબે એન્ટરપ્રાઇઝમાંથી શ્રી પારસ દિવાબતી તેલનો રિપોર્ટમાં લેબલ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ (લેબલિંગ એન્ડ ડિસપ્લે) રેગ્યુલેશન- 2020 અને તે અંગેના નિયમો મુજબ વિગત દર્શાવેલ ન હોવાથી નમૂનો “મિસબ્રાન્ડેડ” જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક આસનદાસ જામનદાસ લાલવાણી ને રૂ.25,000/- નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. રામેશ્ર્વર ચોકમાંથી શ્રી ગાયત્રી ડેરી ફાર્મમાંથી ડ્રાયફુટ કેસર શિખંડનો નમુનો લેવાયો હતો. પુથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો છે. પેઢીના માલિક મનીષભાઈ જેસિંગભાઈ સાકરિયાને રૂ.25,000/- નો દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.
યોગેશ્વર ડેરી ફાર્મમાંથી “કેશર શિખંડ (લુઝ)” નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો હતો. પેઢીના માલિક દીપકભાઈ ચકુભાઇ વોરાને રૂ.25,000/- નો દંડનો હુકમ કરવામાં આવેલ છે”દિવેલનું ધી (લુઝ)” નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વનસ્પતિ ફેટ) તથા હળદરની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો હતો. નિશાંતભાઇ નાગજીભાઇ સતાશિયાને રૂ.25,000/- (અંકે રૂપિયા પચીસ હજાર) નો દંડનો હુકમ કરવામાં આવ્યો હતો.
શ્રી જનતા સ્વીટમાંથી “પનીર (લુઝ)” નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો હતો. . પેઢીના માલિક રાજ નરેન્દ્રભાઈ કંટેસરિયાને રૂ.10,000/- દંડનો હુકમ કરવામાં આવેલ છેજય કિશાન ડેરી ફાર્મ, “મિક્સ દૂધ (લુઝ)” નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર જયો છે. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક પરસોતમભાઈ ધરમશીભાઈ લિંબાસીયાને રૂ.10,000/- દંડનો હુકમ કરવામાં આવેલ છે
સીતારામ ડેરી ફાર્મમાં “શુધ્ધ ઘી (લુઝ)” નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં વેજીટેબલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો છે. પેઢીના માલિક અશોકભાઇ પરસોતમભાઇ શંખાવરાને રૂ.5,000/- નો દંડનો હુકમ કરવામાં આવ્યો હતો. “ફરાળી લોટ (લુઝ)” નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ઘઉંના લોટની સ્ટાર્ચની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો હતો. પેઢીના માલિક મોહિતભાઈ ખીમજીભાઇ પરમારને રૂ.5,000/- નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે.