રોડ પર બેસીને વેપાર કરતાં ફેરિયાઓ ટ્રાફિક અને વેપારી બંને માટે સમસ્યારૂપ
રાજકોટ ન્યૂઝ
રાજકોટની મુખ્ય અને જૂની બજાર એટ્લે ધર્મેન્દ્ર રોડ પર આવેલી બજાર, જ્યાંથી રાજકોટ સિવાયના શહેરો અને ગામડાઓ મોટા ભાગની ખરીદી કરતાં હોય છે. તેવા સમયે રોડ પર બેસીને વેપાર કરતાં ફેરિયાઓને કારણે વેપારને નુકશાન થતું હોય અને વેપારીઓને તકલીફ પડતી હોય આ વાતનો નિવેડો લાવવા માટે ધર્મેન્દ્ર રોડના વેપારી એશોસીએશન દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે.
રાજકોટના ધર્મેન્દ્ર રોડ એશોસીએશનના વેપારીઓ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોચ્યા હતા. ધર્મેન્દ્ર રોડને “નો ફેરિયા ઝોન” કરવાની વેપારીઓએ પોલીસ કમિશ્નરને આવેદન આપી માંગ કરી છે. રોડ પર બેસતા પાથરણાં વાળા રોડ પર ન્યુસન્સ ફેલાવી રહ્યા છે, જેનાથી વેપારીઓને પણ તકલીફ થઈ રહી છે, અવાર નવાર વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેથી રાજકોટ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી ધર્મેન્દ્ર રોડને નો ફેરિયા ઝોન કરવાની માંગ કરી રહ્યા છીએ. તેવું આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે.