૩૨ જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને ઈનોવેટીવ મીટમાં જોડાઈ
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા એસવીયુએમ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ-વિદેશના ૨૦૦થી પણ વધુ ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યાં છે. આ વેપાર મેળામાં ૧૦ પ્રકારના વિવિધ સેમીનારનું આયોજન કરવામાં આવશે ત્યારે ૧૫ તારીખ સુધી ચાલનાર વેપાર મેળામાં મોટી સંખ્યામાં આર્ટીટેકસ, ક્ધસ્ટ્રકાન, કોન્ટ્રાકટર, બિલ્ડર અને આફ્રિકાના વેપારીઓ સૌરાષ્ટ્રના આંગણે વેપાર લઈને આવ્યા છે. જેથી અન્ય દેશોના વેપાર સાથે ટેકનોલોજી અને રિસોર્સીસના માધ્યમથી વેપારની તકો ઉજ્જવળ બનાવી શકાય.
કાર્યક્રમમાં આફ્રિકા દેશમાં રહેલી વિકાસની તકો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. જયારે કંબોડીયા જેવા દેશમાં કેટલીક ઉદ્યોગની તકો છે તેની પણ જાણ સૌરાષ્ટ્રના વેપારીઓને થાય તેવા હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન રૈયા રોડ ખાતે કરવામાં આવ્યું છે. આ વેપાર મેળામાં વિઝા પ્રોસેસથી લઈ વેપાર અને મેન્યુફેકચરીંગ સુધીની પ્રોસેસ માટે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને ઈનોવેટર મીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ગુજરાતના ઉદ્યોગકારોને વેપારનો મહત્તમ લાભ મળી શકે.
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના આયોજનમાં ૩૨ જેટલી મલ્ટીનેશનલ કંપનીઓએ ભાગ લીધો છે અને એનર્જી ક્ધઝર્વેશન, ઈરીગેશન સીસ્ટમ, મશીનરી અને મેન્યુફેકચરીંગ અંગે ટેકનોલોજીનો ઉપયોગ અને એડવાન્સ સીસ્ટમ દ્વારા કઈ રીતે વેપારને વેગવંતો કરી શકાય તે માટેનું સમગ્ર આયોજન છે. જેમાં સૌરાષ્ટ્રભરના વેપારીઓ રાજકોટના આંગણે આવ્યા છે.
મોરબીની રોર સિરામીકની ટાઈલ્સમાં અનેક વેરાયટી ઉપલબ્ધ: જયેન્દ્રભાઈ કાકાસનીયા
એસવીયુએમમાં જોડાયેલા રોર સીરામીક ઉદ્યોગના જયેન્દ્રભાઈ કાકાસનીયાએ જણાવ્યું કે, તેઓ ટેકસટાઈલ્સ અને ટાઈલ્સની વિવિધ પ્રકારની વેરાયટી લઈ મોરબીથી આવ્યા છે. ટાઈલ્સના બિઝનેસ માટે મોરબીમાં ઘણા બધા વેપારીઓ છે પરંતુ એસવીયુએમ જેવા કાર્યક્રમોમાં વેપારને નવી રાહ કંડારવાનો અવસર મળે છે માટે અમે અહીં આવ્યા છીએ. વધુમાં તેમણે ઉમેર્યું કે, તેમની પાસે કિચન, હોમ, ગાર્ડન સહિતની ટાઈલ્સ ઉપલબ્ધ છે અને તેનું વેંચાણ તેઓ વિદેશમાં પણ કરે છે.
સાઉથ આફ્રિકાના ડેલીગેટ્સ સાથે બિઝનેસનો સારો સ્કોપ: પાર્થભાઈ ભીમાણી
એચએ ઈન્ટરનેશનલ ટોરો કંપનીના પાર્થભાઈ ભીમાણીએ જણાવ્યું કે, તેઓ મોરબીથી આવ્યા છે અને વિવિધ ટાઈલ્સનું મેન્યુફેકચરીંગ અને વેંચાણ મોરબીમાં કરી રહ્યાં છે. તેમની પાસે વિવિધ પ્રકારની ટાઈલ્સ છે. જેમાં હોટેલ, ઈન્ડસ્ટ્રીઝ, ઓફિસ, ઘર વગેરે જગ્યાઓ માટે તેમની પાસે અલગ અલગ વેરાયટી છે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળમાં તેમને લોકોનો ખૂબજ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. સાઉથ આફ્રિકાના ડેલીગેટ્સ સાથે બિઝનેશની સારી તકો દેખાઈ રહી છે.
ટોયલેટ સીટ, વોશબેસીન જેવી સોફી સેનેટરીની પ્રોડકટનું વેચાણ દેશ-વિદેશમાં કરીએ છીએ: રજનીભાઈ પટેલ
સોફી સેનેટરીવેરના રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે વિવિધ પ્રકારની ડિઝાઈનના સેનેટરીવેરના પ્રોડકટનું વેંચાણ કરીએ છીએ. અમારી પાસે વિવિધ વોશવેશીંન, ટોયલેટ સીટ અને સીરામીકની વસ્તુઓ ઉપલબ્ધ છે. અમે ડોમેસ્ટીક ઉપરાંત ફોરેનમાં પણ પ્રોડકટનું વેંચાણ કરીએ છીએ. આ એક્ઝિબીશનમાં સાઉથ આફ્રિકા સાથે વેપાર કરવાની તકો મળી રહી છે જે ખૂબજ સરાહનીય છે. અહીં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
બાયોમાસ્ક, હેમરમીલ, પેલેટમીલ જેવી મશીનરીનું ૨૨ દેશોમાં વેંચાણ કરી રહ્યાં છીએ: પ્રિયેનભાઈ ગજ્જરરાધે એન્જીનીયરીંગના પ્રિયેનભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે, તેઓ બાયોમાસ, બ્રીકવીટીંગ પ્લાન્ટ, ડ્રાયર, હેમરમીલ, પેલેટમીલ વગેરેનું મેન્યુફેકચરીંગ કરે છે. તેઓ ૨૨ જેટલા દેશોમાં મશીનરીનું વેંચાણ કરી રહ્યાં છે. તેઓ કોલસા અને લાકડા બાળવાથી ઉત્પન્ન થતી ઉર્જાને બદલે મગફળીના ફોતળા, કપાસના પાન વગેરે સળગાવી બાયો કેમીકલ વેસ્ટમાંથી મશીનરી ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ.