રંગીલા રાજકોટીયન્સ 29 જાન્યુઆરી સુધી ટ્રેડ ફેરની મજા માણી શકશે: રોજ સાંસ્કૃતિક પોગ્રામ તેમજ ડાન્સ સ્પર્ધા પણ યોજાશે
રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં માઈક્રોફાઇન ઘરઘન્ટી પ્રસ્તુત થીમ્સ એન્ડ ડ્રીમઝ ઈવેન્ટ આયોજિત ટ્રેડ ફેર – 2023નો પ્રારંભ થઈ ચૂક્યો છે. 21 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ચાલનારા આ ટ્રેડ ફેરનો રાજકોટવાસીઓ અબતક મીડિયાને સંગ મન ભરીને માણશે.માઈક્રોફાઇન ઘરઘન્ટી પ્રસ્તુત ટ્રેડ ફેર ફેરનો પ્રારંભ થયો છે. આ ફેરનું ઉદઘાટન સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, ભાજપ અગ્રણી શ્રી ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, શાસક પક્ષના દંડક શ્રી સુરેન્દ્દસિંહ વાળા, શાસક પક્ષના નેતા શ્રી વિનુભાઈ ઘવા તેમજ શ્રી ચંદુભાઈ પરમારના વરદ હસ્તે રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ટ્રેડ ફેર વર્ષોથી થઈ રહ્યો હોય રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. ખાસ તો આ વર્ષે દર વર્ષ કરતા વધુ મોટા પ્રમાણમાં અને અત્યાધુનિક રીતે ફેર યોજવામાં આવ્યો છે. બાળકોથી લઈને મોટેરાઓ પરિવાર સાથે રેસકોર્સ ખાતે આ ફેરનો લાભ લઇ શકશે. ગતવર્ષની જેમ આ વર્ષે પણ લોકોને અનેરો આનંદ મળે તે માટે અવનવી રાઇડ્સ સાથેની મોજ લોકો માણી શકશે. આ ઉપરાંત બાળકો માટે ગેમઝોન અવનવી રાઇડ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.ખાસ તો આ વર્ષે ફેરમાં બધા જ પ્રકારના સેગમેન્ટમાં સ્ટોલને આવરી લેવાયા છે. જ્યાં અત્યાધુનિક વસ્તુઓનું પ્રદર્શન તેમજ સૌરાષ્ટ્રની નામચીન કંપનીઓ પણ ફેરમાં ભાગ લઈ રહી છે.
ટ્રેડ ફેરની મુલાકાત બપોરે 3 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધી લઈ શકાશે. આ ફેરમાં એફ એમ સી જી, ગિફ્ટ આર્ટિકલ, ઘરગથ્થું ની વસ્તુઓ, હેલ્થ, ફિટનેસ તેમજ ફુડ સ્ટોલ અને અન્ય બીજી ઘણી પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. આ ફેરની આકર્ષતા રોજે રોજ સાંસ્કૃતિક પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ડાન્સ સ્પ્રધા પણ યોજાશે. રાજકોટ વાસીઓ આનંદ ઉલ્લાસ સાથે ફેરને માણી શકે તેવું આયોજન કૃષ્ણસિંહ જાડેજા, હિતેશભાઈ દોશી, યશપાલસિંહ જાડેજા કરવામાં આવ્યું છે. તો રાજકોટવાસીઓ ઉલ્લાસભેર આયોજનમાં સહભાગી થાય અને મુલાકાત લે તેવી અપીલ કરવામાં આવી છે.