ટોયોટાએ તેની પ્રિમીયમ હેચબેક ગ્લાન્ઝા લોન્ચ કરી દિધી છે. તેની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત 7.22 લાખ રૂપિયા છે. ટોયોટા ગ્લાન્ઝા બે વેરિયન્ટ (જી અને વી) માં બજારમાં ઉતારવામાં આવી છે. બંને વેરિયન્ટ માં મેન્યુઅલ અને ઓટોમેટીક ગિયરબોક્સના ઓપ્શન ઉપલબ્ધ છે. ગ્લાન્ઝા, ટોયોટા અને સુઝુકીની ભાગીદારીનું પ્રથમ પ્રોડક્ટ છે.
આ કાર મારૂતિ સુઝુકીની પ્રીમિયમ હેચબેક બલેનો પર આધારિત છે. ગ્લાન્ઝાના વી વેરિયન્ટના મેન્યુઅલ મોડલની એક્સ-શોરૂમ કિંમત 7.58 લાખ રૂપિયા છે. તેમજ વી વેરિયન્ટના ઓટોમેટિક મોડલની કિંમત 8.90 લાખ રૂપિયા છે.
Toyota Glanza દેખાવમાં Baleno જેવી જ છે. તેના ફ્રન્ટમાં 2-સ્લોટ 3D સરાઉન્ડ ક્રોમ ગ્રિલ આપવામાં આવી છે. તેના બમ્પર બોલ્ડ અને અગ્રેસિવ છે. કારમાં ડાયમંડ કટ એલોય વ્હીલ્ઝ છે, જેના પર Toyotaનો બેઝ છે. તેમાં DRLની સાથે LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને ટેલ લાઈટ ગાઈડની સાથે LED રિયર કોમ્બિનેશન લેમ્પ્સ આપવામાં આવ્યા છે.