સમગ્ર વિશ્વમાં તેના વૈભવી કાર માટે ટોયોટા કંપની પ્રખ્યાત છે. ટોયોટા કંપની વિશ્વની સૌથી વધુ વેચાતી બ્રાન્ડ છે. કંપનીએ તાજેતરમાં જ તેની નવી આઠમી જનરેશન કેમરી કારને લોન્ચ કરી રહી છે. ટોયોટાએ થાઇલેન્ડમાં તેનું નવું અને અપડેટ કરેલ કૅમેરીનું લોન્ચિંગ કર્યું છે. ટોયોટા કેમરી આવતા વર્ષે ભારતીય બજારોમાં લોન્ચ કરશે , એટલે કે આ વર્ષ સુધીમાં ભારતીય મોડલ કેમરી ની સ્ટાઇલ અને તેની સુવિધાઓ થાઇલેન્ડમાં રજૂ કરેલા મોડેલ્સ જેવી જ હશે.
ટોયોટાની નવી કેમરી કાર માં બે એન્જિન આપવામાં આવેલ છે. તેમાં એક 2.0 – લિટર, 4 – સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું, જે 167 Hp પાવર અને 199Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિઅરબૉક્સ મળશે.જ્યારે બીજું એન્જિન 2.5-લિટર પેટ્રોલ એન્જિન છે, જે 209 Hp પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે.આ એંજિંગ 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર મેન્યુયલ ગિયરબોક્સ થી સજ્જ છે. તેના ટોપ મોડેલમાં 2.5-લિટર, 4-સિલિંડર હાઇબ્રિડ એન્જિન હશે, જે 211 Hp પાવર અને 202 Nm ટોર્ક જનરેટ કરશે. તેમાં CVT ગિયરબોક્સ પણ આપવામાં આવ્યું છે.
ઈન્ટીરિયરની વાત કરીએ તો અહીંયા પણ ઘણાં અપડેટ આપવામાં આવેલા છે. આ ઉપરાંત તેમાં ટચસ્ક્રીન ડિસ્પ્લે અને નવી ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જોવા મળશે. આ સાથે જ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લેનો સપોર્ટ મળવાની પણ આશા છે. અહીં પાછલી સીટમાં થોડી વધુ જગ્યા મળશે તેમ લાગી રહ્યું છેનવી કેમરી કાર માં TNGA પ્લેટફોર્મ પર બનાવામાં આવી છે. જૂની કારની તુલનામાં તેના વ્હીલ બેસ પણ 50mm વધારે છે. આનાથી કારનું રીઅર લેગરૂમ પણ વધ્યું છે. થાઇલેન્ડમાં રજૂ કરેલ કેમરીમાં lane departure warning (LDW), પ્રી-કોલિજન્સ સિસ્ટમ, ડાયનેમિક રેડાર ક્રુઝ કંટ્રોલ, ઓટોમેટિક હાઇબીમ અને ફ્રન્ટ અને રીઅર એલઇડી લાઇટ્સ જેવા નવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
બજારમાં ઉતર્યા પછી નવી કેમરી હોન્ડા એકોર્ડ હાઇબ્રિડ અને સ્કોડા સુપર્બ જેવી કાર સાથે સ્પર્ધા કરશે. હવે જોવાનું રહ્યું કે ન્યુ હાઇબ્રીડ કેમરી એકોર્ડ અને સુપર્બ કરતાં ગ્રાહકો ને વધુ આકર્ષી શકશે.