વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આજે ‘ઇન્ડિયા ટોય ફેર’નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેશમાં આ પ્રકારના પ્રયાસોથી રમકડાના ઉદ્યોગના વિકાસને વેગ મળશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ. વધુમાં કહ્યું હતુ કે આ ટોય ફેર દેશની સદીઓ જુની રમત અને ઉલ્લાસની સંસ્કૃતિને મજબૂત કરવાની કડી છે.
વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમ થકી રમકડાના વેપારીઓ સાથે પણ સંવાદ સાધ્યો હતો. વધુમાં જણાવ્યુ કે દેશના રમકડાના ઉદ્યોગમાં બહુ મોટી શક્તિ છુપાયેલી છે. આ તાકાતને વધારવી અને તેને પ્રોત્સાહન આપવુ એ આત્મનિર્ભર ભારતમાં ખૂબ મોટો હિસ્સો છે વધુમાં જણાવ્યુ હતુ કે ભારતીય રમતોની ખસિયતએ છે કે તેમાં જ્ઞાન-વિજ્ઞાન પણ ખૂબ છે. આ ટોફ ફેરનું લક્ષ્ય દેશને રમકડા ઉત્પાદનનુ વૈશ્ર્વિક હબ બનાવવાનું છે. આત્મનિર્ભર ભારત અભિયાનમાં વોકલ ફોર લોકલ હેઠળ દેશને રમકડાં નિર્માણનું વૈશ્વિક હબ બનાવવાના હેતુથી શિક્ષણ મંત્રાલય, મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય, કાપડ મંત્રાલયે મળીને તેનું આયોજન કર્યું છે. અત્યાર સુધી આમાં ૧૦ લાખ રજિસ્ટ્રેશન થઈ ગયા છે.
વિદ્યાર્થીઓ આ સ્પર્ધાના માધ્યમથી રમત અને સ્ટડી વેગેરે માટે રમકડાં, ડિઝાઇન અને ટેક્નિક બનાવશે. આમાં વિજેતાઓને ૫૦ લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. નવી શિક્ષણ નીતિ હેઠળ છઠ્ઠા ધોરણથી વિદ્યાર્થીઓનું કોશલ્ય વિકાસ સહિત નાના કારીગરો સાથે મળીને ઇન્ટર્નશિપ કરવા હેઠલ આમાં કરવા મળશે.
આત્મનિર્ભર ભારત હેઠળ હવે વિદ્યાર્થીઓ પોતાના વિચાર, હુનર અને ટેક્નિકકથી આંતરરાષ્ટ્રીય રમકડાની માર્કેટમાં ભારતીય માર્કેટને મજબૂત બનાવશે. આમાં પોલિસી મેકર, પેરેન્ટ્સ, સ્ટાર્ટઅપ, વિદ્યાર્થી, ઇન્ડસ્ટ્રી વગેરે બધાને એક મંચ પર મળીને કામ કરવાનું રહેશે. આમાં રાજ્ય અને કેન્દ્ર સકાર પણ એક સાથે મળીને કામ કરશે.
પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારત રમકડાં મેળો ૨૦૨૧નું ઉદ્ઘાટન કર્યુ હતું. દેશી રમકડાંને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ વર્ચુઅલ મેળો ૪ દિવસ ચાલશે. પીએમ મોદીએ કહ્યું, તમને બધાને ખબર છે કે આપણા દેશના રમકડાં ઉદ્યોગમાં કેટલી મોટી તાકાત છુપાયેલી છે. આ તાકાતને વધારવી, ઓળખ બનાવવી આત્મનિર્ભર ભારત અભિયાનનો હિસ્સો છે.
પીએમ મોદીએ કહ્યુ કે હવે દેશના રમકડાં ઉદ્યોગને ૨૪ મુખ્ય ક્ષેત્રમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રમકડાં કાર્ય યોજના પણ તૈયાર છે. જેમાં ૧૫ મંત્રાલય અને વિભાગ શામેલ છે, જેનાથી દેશ રમકડાં બાબતે આત્મનિર્ભર બને. એટલું જ નહીં, બીજા દેશમાં પણ ભારતના રમકડાની નિકાસ થાય. મોદીએ કહ્યુ કે જો મેડ ઇન ઇન્ડિયાની માંગ છે તો આજે ભારતમાં હસ્તનિર્મિત વસ્તુઓની પણ માંગ વધી રહી છે. આજે લોકો રમકડાંને ફક્ત એક ઉત્પાદન તરીકે નથી ખરીદતા પરંતુ એ રમકડાં સાથે જોડાયેલા પોતાના અનુભવ સાથે જોડાવા માંગે છે. આથી જ આપણે હસ્તનિર્મિત ભારતને પણ આગળ ધપાવવાનું છે.
રમકડા ઉદ્યોગને ૨૪ મુખ્ય ઉદ્યોગોમાં સ્થાન
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશના રકમડા ઉદ્યોગને ૨૪ મુખ્ય ઉદ્યોગોમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ૧૫ મંત્રાયલ અને વિભાગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી ભારત રમકડાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બને અને દેશના રમકડાઓ દુનિયાભરમાં જાય.
નવા દ્રષ્ટિકોણથી પ્રોત્સાહન મળશે
ભારતમાં ૧.૫ અરબ ડોલરની રમકડાની બજાર છે અને આમાંથી ૮૦ ટકા રમકડાં વિદેશમાંથી આવે છે. એવામાં પહેલીવાર સ્કૂલના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓને સાથે લઈને રમકડાના માધ્યમથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આથી નવા દ્રષ્ટિકોણને પ્રોત્સાહન મળશે.
રમકડાનો એક એક રંગ બાળકોના જીવનને અનેક રંગોથી ભરી દે છે
આજે જે શતરંજ દુનિયાભરમાં પ્રખ્યાત છે તે અગાઉ ચતુરંગ તેમજ લૂડો પચ્ચીસીના નામથી રમવામાં આવતા હતા. અપણા ધર્મગ્રંથોમાં પણ અલગ અલગ પ્રકારના રમકડાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.રિયુઝ અને રીસાયકલીંગ જે રીતે ભારતીય જીવનશૈલીનો હિસ્સો રહ્યા છે, તે આપણા રમકડાઓમાં પણ જોવા મળે છે. મોટા ભાગના ભારતના રકમડાઓ પ્રાકૃતિક વસ્તુઓથી બને છે અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા રંગો પણ પ્રાકૃતિક હોય છે. આજે પણ ભારતના રમકડાઓ આધુનિક રમકડાની સરખામણીએ સારા અને સસ્તા છે. તેઓએ રવીન્દ્રનાથ ટાગોરે વર્ણવેલીએ કવિતાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે એક રમકડુંએ બાળકની દુનિયામાં અપાર ખુશીઓને લાવે છે. રમકડાનો એક એક રંગ બાળકોના જીવનને અનેક રંગોથી ભરી દે છે.