પોલીસ અને લોકોએ મળી ૬૦૦થી વધુનો ખાત્મો કર્યો ?
ઇથોપીઆમાં ધર્મ વિગ્રહ થઈ રહ્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ ચોક્કસ લાગી રહ્યું છે. જે રીતે વારંવાર હિંસાત્મક જૂથ અથડામણો થઈ રહ્યા છે તેના કારણે અનેક લોકોના મોત થઈ રહ્યા છે તેવા સમયે ઇથોપિયન હ્યુમન રાઇટ્સ કમિશને આંકડો જાહેર કરતા કહ્યું છે કે, હિંસાત્મક આંદોલનોમાં આશરે ૬૦૦થી વધુ લોકોના મોત થયા છે તેમજ મોતનો આંકડો હજુ વધે તેવા સંકેતો પણ આપવામાં આવ્યા છે.
લોકલ યુવાનોનું જૂથ તેમજ પોલીસ અને મિલિટરી દ્વારા આંદોલનમાં આશરે ૬૦૦ જેટલા લોકોનું મોત થયું છે તેવું હ્યુમન રાઈટ્સ કમિશને કહ્યું છે. કમિશને ઉમેર્યું છે કે, ઇથોપીઆમાં ૯મી નવેમ્બરે જે લોહિયાળ ખેલ ખેલાયો હતો તેમાં ટીંગરે ધર્મના લોકોનો ખાત્મો કરવામાં આવ્યો છે. સાક્ષીઓ તેમજ પુરાવાઓનવા ધ્યાને રાખીને હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ૯મી નવેમ્બરે ખેલાયેલા લોહિયાળ ખેલમાં કુલ કેટલા લોકોનું મોત થયું તે અંગે માહિતોઓ એકત્ર કરવામાં આવી હતી. જેમાં ૬૦૦ લોકોના મોત થયા તેવો ઘટસ્ફોટ થયો છે. ઉપરાંત હજુ પણ મોતના આંકડા વધે તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ આંકડા ઇથોપિયન હ્યુમન રાઇટ્સ કમિશને જાહેર કર્યા છે.
ઉલ્લેખનીય બાબત છે કે, છેલ્લા થોડા સમયથી ઇથોપિયામાં બે ધર્મ વચ્ચે હિંસાત્મક ખૂની ખેલ ખેલાઈ રહ્યો છે જેમાં અવાર નવાર લોકોનો ખાત્મો કરાઈ રહ્યો છે જેને ધ્યાને રાખીને ચોક્કસ હાલના તબક્કે ઇથોપીઆ ધર્મ વિગ્રહ તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પ્રજાની રક્ષાની જવાબદારી પોલીસ અને મિલિટરીની હોય છે પણ ઇથોપીઆમાં રક્ષક જ ભક્ષક બન્યું હોય તેવું ઓણ સ્પષ્ટ લાગી આવ્યું છે. અહીં પોલીસ દ્વારા પણ લોકોનો ખાત્મો કરાઈ રહ્યો છે.