વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં ભારતનું મક્કમ પગલું

દેશભરમાં લોકોની આવક સતત વધી રહી છે અને પરિણામ સ્વરૂપે આવકવેરા ના રિટર્ન ભરવામાં અધ્ધર વધારો પણ નોંધાયો છે ત્યારે સરકારનું માનવું છે કે ભરવામાં જે વધારો નોંધાયો તે આર્થિક ઉન્નતિ ની નિશાની છે. હાલ ભારત વર્ષ 2047 માં વિકસિત ભારતના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે મહેનત કરી રહ્યું છે અને વિવિધ ક્ષેત્રોમાં અનેકવિધ નવીનતમ યોજનાઓની સાથે ક્રાંતિ સર્જવા પણ સર્ચ થયું છે ત્યારે જે રીતે આવકવેરા વિભાગમાં રિટર્ન ભરવાની સંખ્યામાં વધારો નોંધાયો છે તે ભવિષ્ય માટે ખૂબ સારા ચિન્હ છે.

કેન્દ્ર સરકારે કરદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે છેલ્લા નવ વર્ષ ની સરખામણીમાં વર્ષ 2022-23માં 13 લાખ રિટર્ન ભરાયા છે જે આશરે ત્રણ ગણા વધુ છે. દેશની અંદાજિત વસ્તી 140 કરોડ છે જેમાંથી વર્ષ 2022-23માં માત્ર 7.40 કરોડ લોકોએ આઇટી રિટર્ન ફાઇલ કર્યું છે એટલે કે માત્ર પાંચ ટકા લોકો જ કરદાતા તરીકે નોંધાયેલા છે, જે 7.40 કરોડ કરદાતાએ આઈટી રિટર્ન ફાઇલ કર્યું તેમાંથી 5.16 કરોડ લોકોએ ઝીરો રિટર્ન ફાઇલ કર્યું છે એટલે કે 70% લોકો ઝીરો રિટર્ન ફાઇલ કરનારા છે.

આવકવેરા વિભાગની વેબસાઈટ પરના ડેટા અનુસાર 6 ઓગસ્ટ સુધી 6.8 કરોડથી વધુ આઆઇટીઆર ફાઈલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6 કરોડથી વધુના રિટર્ન વિભાગ દ્વારા ચકાસવામાં આવ્યા હતા. તેમજ હાલ આવકવેરા વિભાગ દ્વારા 4.34 કરોડથી વધુ રિટર્નનું પ્રોસેસિંગ કરવામાં આવી રહ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.