અંદમાન-નિકોબાર, શિમલા મનાલી, સિકકીમ, દાર્જીલીંગ જેવા ડોમેસ્ટીક અને ઈજીપ્ત, તૂર્કી, દુબઈ, થાઈલેન્ડ જેવા ઈન્ટરનેશનલ પેકેજનું આકર્ષણ
રાજકોટ એટલે રંગીલુ શહેર, અહિંયા સામાન્ય દિવસોમાં પણ તહેવાર જેવો માહોલ જોવા મળે છે. એમાં પણ જયારે દિવાળી નજીક આવી રહી હોય ત્યારે અહિંયાની રોશનીમાં ચાર ચાંદ લાગી જાય છે. રાજકોટીયન્સ લોકો જે રીતે તહેવારો ઉજવામાં અગ્રેસર રહે છે. એવી જ રીતે રજાઓનો લાભ લઈ હરવા ફરવામાં પણ રાજકોટના લોકો હંમેશા તત્પર રહે છે.રાજકોટવાસીઓ એટલે ધંધાર્થીઓ માટેનો ધમધમાટ, ધંધાર્થી દિવાળી સુધી બેસુમાર વેપાર ધંધા બાદની રજાઓમાં હરવા ફરવા માટે ઉત્સુક રહે છે. દિવાળીઓની રજાઓમાં લોકો દાર્જીલીંગ, હરિદ્વાર, ભારતભરની પ્રખ્યાત સ્થળો ઉપરાંત બહારના દેશો દૂબઈ, થાઈલેન્ડ પણ જવાનું પસંદ કરે છે. તોઆ વર્ષે દિવાળીની રજાઓનાં માહોલમાં લોકો કેવા સ્થળોએ જવાનું પસંદ કરે છે. તેના વિશે આજના ખાસ અહેવાલમાં જણાવીએ.
કેરળના પૂર અને ડોલરના પ્રશ્નથી ઈન્ડસ્ટ્રીઝને મુશ્કેલી પડી: સ્ટેલે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના કલ્પેશભાઈ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન સ્ટેલે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના કલ્પેશભાઈ સાવલીયાએ જણાવ્યું કે, દિવાળી તહેવારમાં લોકો એબ્રોડ જવાનું પસંદ કરે છે. જેવા કે થાઈલેન્ડ, મલેશિયા, દુબઈ વગેરે આ વખતે વધુ ડિમાન્ડ દુબઈની છે. કારણ કે કેરેલામાં ફલડને લઈને ટુરીઝમને ફટકો પડયો છે. તેથી વિદેશ જવાનું ચલણ વધુ છે.
આ વખતે દિવાળીમાં બહુ ઊંચા રેટનાં ટિકિટ વેંચાય છે. આ વખતે સૌથી મોટો પ્રશ્ન ડોલરનો છે. સૌથી વધારે ટ્રાવેલ એજન્ટોએ કમીટમેન્ટ કર્યા છે. કસ્ટમરને તે લગભગ હું માનુ છું ત્યાં સુધી દુબઈ છે તો તેમાં પેમેન્ટ અમારે ડોલરમાં કરી કસ્ટમરને અમે રૂપીસમાં ક્ન્વરટ કરી આપેલું હોય છે તો એ અનુસંધાને આપણે જોઈએ તો અમે કમીટમેન્ટ ૬૯૦૦૦ થી ૭૦૦૦૦નું આપેલું છે.
જયારે અત્યારે ૭૫૦૦૦/- ચાલી રહ્યો છે તો ટ્રાવેલ એજન્ટોને ફાયદા કરતા નુકશાન જાપ એમ છે પરંતુ કસ્ટમરને સાચવવા માટે કોઈપણ ટ્રાવેલ એજન્ટ એવું નથી કહેતા કે ડોલરનો રેટ વધારે છે તો થઈ શકશે કે નહીં થઈ શકે બધા પોતાના કમીટમેન્ટ પુરા કરવા માટે અગ્રેસર રહે છે.
અમે અમારી ટૂર્સમાં સાથે જઈએ છીએ અને દરેક ટૂર્સ સાથે એક ગુજરાતી હોય છે કે જે તેમના જમવાથી લઈને બધી જ જાતની ટેક કેર કરવામાં આવે છે. મારી પાસે અત્યારે ૨૫૦ જેટલા કસ્ટમરનું બુકિંગ છે. બહુ સારી સીઝન છે પરંતુ ડોલરનો પ્રશ્ન અને કેરલાના ફલ્ડને કારણે થોડો ઘણો ફટકો પડયો છે પરંતુ આશા રાખીએ છીએ કે આવતા દિવસોમાં સારું થઈ જશે.
અમારા કસ્ટમાઈઝ પેકેજીસ લોકોને વધુ ફેસેલીટી આપે છે: રોયલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના કેયુરભાઈ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રોયલ ટૂર્સ એન્ડ ટ્રાવેર્લ્સના કેયુરભાઈ ગોંડલીયાએ જણાવ્યું કે દિવાળીના તહેવારમાં અમારે ત્યાં ડોમેસ્ટીકમાં અંદમાન-નિકોબાર, શિમલા-મનાલી, સિક્કીમ, દાર્જીલીંગ તથા વિદેશોમાં યુરોપ, ઈજીપ્ત, તર્કી, સાઉથ આફ્રિકાના પેકેજીસ છે.
જનરલી લોકોનો વિદેશમાં મલેશિયા, સિંગાપોર, દુબઈમાં જવાનું પસંદ કરતા હોય છે. કારણ કે એ પેકેજીસ બધા એવા છે કે કેરેલા કે નોર્થ ઈસ્ટ ફરવા જાવ કે વિદેશ ફરવા જાવ. બંનેના ભાવ દિવાળી પર સરખા જ રહે છે. એટલા માટે લોકોનો વિદેશ જવાનો મૂળ હોવાથી વિદેશ જવાનું પસંદ કરે છે અમે કસ્ટમાયઝ પેકેજીસ કરીએ છીએ જેની ત્યાં અમે વધારે ફેસેલીટી આપી શકીએ. દિવાળીમાં કોઈ સ્પેશ્યલ ઓફર્સ આપવામાં આવતી નથી. પરંતુ અમે અમારા કસ્ટમરને માર્કેટમાં કોમ્પીટીટીવ રેટ આપીએ છીએ.
ગોવા, નેપાળ અને દાર્જિલીંગનો ક્રેઝ વધ્યો: વૃંદાવન યાત્રા સંઘના તુષારભાઈ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન વૃંદાવન યાત્રા સંઘના તુષારભાઈ નિમાવતે જણાવ્યું કે અમે ૬૪ વર્ષથી આ બિઝનેશ સાથે સંકળાયેલા છીએ અને અમારી બીજી બ્રાંચ છે. તેનું નામ માધવન ટુરીઝમ છે. દિવાળીના તહેવારમાં અમારા પેકેજીસ નેપાલ, દાર્જિલીંગ, ગોવા, શિમલા, મનાલી, કેરલા વગેરે પેકેજીસ છે. આ વખતે લોકો ગોવા, નેપાળ, દાર્જિલીંગ વધારે જવાનું પસંદ કરે છે. દિવાળીના તહેવારમાં અમે કસ્ટમરને જે ટીકીટના ભાવ હોય તેમાં ૧૦% લેશ કરી આપીએ છીએ અને ૧૦ વર્ષની નાના જે બાળક હોય તેને સાથે ફ્રીમાં લાવી શકે. અમે અમારા કસ્ટમર્સની પૂરી કાળજી રાખીએ છીએ.
મંદીના કારણે વિદેશ પ્રવાસનું બુકિંગ ઓછુ: અક્ષર ટ્રાવેલ્સના અશોકભાઈ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન અક્ષર ટ્રાવેલ્સના અશોકભાઈ પરમારે જણાવ્યું કે દિવાળીના તહેવારમાં આ વખતે લોકો ઈન્ડિયામાં શિમલા, મનાલી, નૈનિતાલ તથા ઓછા બજેટમાં આબુ જયારે ઈન્ટરનેશનલમાં દુબઈ, બેંગ્કોક, પટાયા, થાઈલેન્ડ જવાનું પસંદ કરે છે. જેનું બજેટ વધુ હોય તે મલેશિયા તરફ જવાનું પસંદ કરે છે.
આ વખતે ઈન્ટરનેશનલ પેકેજીસના બુકિંગ ઓછા છે. બજારમાં મંદિના કારણે વિદેશો માટેનું બુકિંગ ઓછું છે તેમાં પણ ખાસ કરીને ફલાઈટના રેટ વધી ગયા છે તે પણ એક કારણ છે. અત્યારે માર્કેટમાં અફરાતફરીનો માહોલ છે. ફલકચ્યુએશન ખૂબ જ થતા હોય છે .
તેના હિસાબે બજારમાં મંદિનો માહોલ સર્જાયો છે અમે અમારા કસ્ટમરની નાની-મોટી કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ સજાગ થઈને કાર્ય કરતા હોય છીએ. તેઓ રાજકોટથી નિકળે ત્યારથી જે-તે ડેસ્ટીનેશનમાં જાય ત્યાં પોતાનું વાહન, જમવાની વ્યવસ્થા, સાઈટ સીન પર જવાની વ્યવસ્થા તથા મેનેજર દ્વારા તેઓને તકલીફ ન પડે તેની વિશેષ કાળજી રાખવામાં આવે છે અમે અમારા કસ્ટમરને ભારતના જે-તે ડેસ્ટીનેશનમાં ફરવા જતા હોય ત્યાં તેઓને આપણું ગુજરાતી ભોજન પીરસીએ છીએ. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મોંઘવારીના કારણે ઈંકવાયરી ઓછી હોય તેવું છે.
કસ્ટમર પરેશાન ન થાય તે માટે ખાસ કાળજી રાખીએ છીએ: કેશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના તેજપાલભાઈ તથા પિયુષભાઇ‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન કેશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના તેજપાલભાઈ તથા પિયુષભાઇએ જણાવ્યું કે દિવાળીના તહેવારમાં લોકો આ વખતે ગોવા જવાનું વધુ પસંદ કરે છે. મારી પાસે વધુ બુકિંગ ગોવાનું જ છે. બીજા અમારી પાસે શિમલા, મનાલી, પંચવઢી વગેરે ઓલ ઈન્ડિયાના પેકેજ છે. અમારે ત્યાં ૧૫૦૦૦/-થી શરૂ કરી ૫૦,૦૦૦/- સુધીના પેકેજ છે. આપણા ગુજરાતી લોકો ભોજનના ખૂબ શોખીન હોય છે ત્યારે અમે ફુડને લઈને ખૂબ જ ધ્યાન રાખીએ છીએ. અમારા ટૂર્સની વિશેષતાએ છે કે અમે પહેલેથી જ ફૂડ, હોટલ તથા બધી જ વસ્તુનું પ્લાનીંગ કરીને ચાલીએ છીએ. જેથી કસ્ટમરને હેરાનગતી ન થાય.
ઈન્ટરનેશનલ પેકેજની વાત કરીએ તો આ વખતે સિંગાપુર, મલેશિયા, દુબઈ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરેના પેકેજ છે. અમે અમારા કસ્ટમરને પૂરી કાળજી રાખીએ છીએ. ડોલરના ભાવ વધઘટને લઈને ધંધામાં અસર પડી છે. જેમ કે પેકેજ બે મહિના પહેલા બુક કર્યું હોય તો ત્યારે ડોલરનો ભાવ ૬૮ હતો.
જયારે અત્યારે ૭૫ થઈ ગયો હોય તો અમારે પેમેન્ટ ૭૫ને ધ્યાને લઈને કરવું પડે છે. એટલે તે અમારી માટે મુશ્કેલ બને છે. અમે કસ્ટમર પાસેથી જે ડોલરમાં ડિફરન્ટ હોય તે કલેકટ કરીએ છીએ. જી.એસ.ટી.ની પણ અસર પડે છે. અમારા અમુક કસ્ટમર જી.એસ.ટી આપે છે. અમુક નથી આપતા તેથી અમે પેકેજમાં તે એડ કરીને આપીએ છીએ.
દુબઈ પ્રવાસનો ક્રેઝ અકબંધ: ફેવરીટ ટૂર્સ એન્ડ ફોરેકસ પ્રા.લી.ના દર્શિતભાઈ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ફેવરીટ ટૂર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઈવેટ લિમિટેડના મેનેજીંગ ડિરેકટર દર્શિત મશરાનીએ જણાવ્યું કે અમે છેલ્લા ૨૦ વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા છીએ. દિવાળીના તહેવારમાં ડોમેસ્ટીકમાં લોકો હિમાચલમાં શિમલા, મનાલી, ડેલહાઉસી ધર્મશાલા વગેરે અમારા પેકેજીસના પ્રાઈઝમાં કેરેલામાં ફલાઈટ ટિકિટસ સાથે રૂ.૪૦,૦૦૦ આસપાસ. હિમાચલપ્રદેશના પેકેજીસ રૂ.૪૦,૦૦૦ તથા નોર્થ ઈસ્ટનાં દાર્જિલિંગ ગંગ-ટોક, સિક્કીમના ૪૮,૦૦૦ આસપાસ ફલાઈટ ટિકિટસ સાથે થાય છે.
જયારે ઈન્ટરનેશનલ પેકેજીસમાં આજે પણ ૫૦% લોકો દુબઈ જવાનું પસંદ કરે છે તથા સિંગાપુર-મલેશિયા, થાઈલેન્ડમાં નવી ક્રુઝ શરૂ થઈ છે. ડ્રિમ ક્રુઝ તેમાં પણ હોંગકોંગ, મકાઉ, ડ્રિમ ચાઈના આ સેક્ધડ પ્રેફરન્સ હોય છે. યુરોપમાં બરફ વર્ષા થઈ છે તે યુરોપના સ્વીઝરલેન્ડ અને પેરિસ જવાનું પસંદ કરે છે તથા સાઉથ આફ્રિકા બહુ જાય છે.
વધુમાં જણાવ્યું કે ડોલરનો ભાવ વધી ગયો તેના પછી અમારી કોસ્ટ ડોલર ઉપર જ ડિપેન્ડન્ટ હોય છે પરંતુ રાજકોટની પ્રજાને અમે ડોલરમાં કોસ્ટ નથી આપી શકતા. અમે તેમને ઈન્ડિયન પિસમાં આપેલી હોય છે. કોસ્ટ એટલે તેનાથી અમારા નફામાં અમને મોટી નુકશાની ગઈ છે.
દા.ત.તમારું કોઈ પેકેજ હોય એક હજાર ડોલરનું તો એમાં ડોલરમાં ૪ પિયા વધ્યા હોય તો અમારે ૪ હજાર રૂપીયાનો લોસ થયો ગણાય. એટલે માર્કેટમાં પેકેજના ભાવો વધી રહ્યાં છે. દા.ત.જન્માષ્ટમીમાં જે પેકેટ ૬૦,૦૦૦/- કરાવેલ હતું. તો અત્યારે તે કરાવવું હોય તો ૭૫,૦૦૦/-માં થાય છે. દિવાળીમાં જનરલ બધા એમ કહે છે કે નબળી છે.
મંદી દેખાય છે. પરંતુ હું તેવું બહું માનતો નથી જે લોકો સારો બિઝનેસ કરે છે માઉથ ટુ માઉથ પબ્લિસિટી છે. સારી સર્વિસ આપે છે તેને કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ માર્કેટમાં મંદિ તો થોડી દેખાય રહી છે. અમે અમારા કસ્ટમરોની પુરતી કાળજી રાખીએ છીએ. અમે બે વસ્તુનું વધુ ધ્યાન રાખીએ છીએ કે એક અમારા જે ગ્રુપ ડિપાચર્ચ છે.
તેમાં અમારા ફેવરીટ ટૂર્સના ઓનર્સમાંથી જ કોઈ એક પેકેજમાં સાથે જાય છે. બીજું અમે જે રેસ્ટોરન્ટમાં જમવાનું આપીએ છીએ ત્યાં જઈ પોતે ત્યાં જમીએ છીએ પછી તે રેસ્ટોરન્ટમાં જમવાનું આપીએ છીએ. આપણા ગુજરાતીઓને છાશ વધુ પસંદ હોય છે તેથી અમે દરેક મીલની સાથે છાશ આપીએ છીએ. બહારના દેશોમાં અમે ટ્રાય કરીએ. દુબઈમાં તો ૧૦૦% જૈન અને ગુજરાતી ભોજન મળે છે. સિંગાપુર મલેશિયામાં પંજાબી અને સાઉથ ઈન્ડિયન અને થોડુક ગુજરાતી અને છાશ બધી જગ્યાએ આપીએ છીએ.
બધા જ લોકોને પોસાય તેવા અમારા પેકેઝીસ: માધવ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના હિનાબેનમાધવ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના હિનાબેન પરમારે જણાવ્યું કે, દિવાળી નજીક આવી રહી છે ત્યારે આ વખતે શમેશ્ર્વર અને હરિદ્વાર વધુ જવાનું પસંદ કરે છે અને હું યાત્રા પર બધુ ધ્યાન દોરું છું, અમારા પેકેજીસ અમે એ, બી, સી ગ્રેડમાં રાખ્યા છે.
જેમ કે હાયફાય, મીડલ અને લો પેકેજ કરીએ છે કે બધા લોકોને પોસાય અને ટૂરનો બધા આનંદ લઈ શકે. આ વખતે બીજા ઘણા નવા ડેસ્ટીનેશન જેવા કે નેપાલ, પોખરા, કાંઠમંડુ, પશુપતીનાથ, દાર્જીલીંગ, ગેંગ-ટોક તથા પાંચ દેવીઓનો પ્રોગ્રામ કરીએ છીએ.
આ વખતે ઈન્કવાયરી તો છે પરંતુ લોકો પૈસાની રાક જેવો છે અને આ વખતે માર્કેટમાં મંદિનો માહોલ છે. અમારા ટૂર્સની વિશેષતા એ છે કે અમે ફેમીલી જેવો લગાવ રાખીએ છીએ અને અમે અમારા કસ્ટમરની બધી જ જરૂરીયાતોનો ખ્યાલ રાખીએ છીએ.
માધવ
માધવ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સના જીતેન્દ્રભાઈ રાજાએ જણાવ્યું કે, અમારી પાસે સીનીયર સિટીઝન માટે હરીદ્વાર, રામેશ્વર, મથુરા તથા યંગ જનરેશન માટે શિમલા, મનાલી, ગોવા તથા ગેંગટોક, દાર્જિલિંગ નવું શરૂ કર્યું છે અમે અમારા ગ્રાહકોને સારામાં સારી સર્વિસ સા જમવા, રહેવાની વ્યવસ્થા, વગેરે પૂરી પાડીએ છીએ. આ વખતે ગેંગટોક અને દાર્જિલીગની વધુ ઈન્કવાયરી આવી છે. સિમલા મનાલી તો પેટન્ટ થઈ જ ગયું છે. રાજકોટનું કે ગોવા, મનાલી, સિમલા જવાનું છે.