જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ના મોટા ભાગના પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા પછી આજથી પર્યટકો ખીણ વિસ્તારમાં પ્રવાસ કરી શકશે. જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકારે અનુચ્છેદ ૩૭૦ ખતમ કરતાં પહેલાં પર્યટકોને કાશ્મીર છોડવા માટેની જે એડ્વાઈઝરી જાહેર કરી હતી તે આજે પરત લઈ લેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે દરેક પર્યટકોને જરૂરી દરેક સુવિધા આપવાનો પણ વાયદો કર્યો છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે સલાહકારો અને મુખ્ય સચિવ સાથે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં યોજના, આવાસ અને શહેરી વિકાસ વિભાગના પ્રમુખ સચિવો હાજર રહ્યા હતા. આ બેઠકમાં જ ગુરુવારથી એડ્વાઈઝરી પરત લેવી અને પર્યટકો માટે ખીણ વિસ્તાર ખુલ્લો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે રાજ્યપાલે ૫ ઓગસ્ટથી રોજ સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી એક સમીક્ષા બેઠક કરે છે.
જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધો લાગુ થયા પછી સુરક્ષા સ્થિતિની બેઠક થતી રહે છે. છેલ્લા છ સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરમાંથી મોટાભાગના હિસ્સામાંથી પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. પહેલાં લેવામાં આવેલા નિર્ણયોમાં હાયર સેક્ધડરી સ્કૂલો, મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલય. પબ્લિક ટ્રાન્સપોર્ટ, જનતા અને સરકારી વિભાગોની સુવિધા માટે દરેક જિલ્લામાં ૨૫ ઈન્ટરનેટ કિયોસ્ક ખોલવા અને સરકારી કાર્યાલયમાં હાજરી વિશેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.