રાજયનાં વાહન વ્યવહાર ખાતાનો આશિર્વાદ રૂપ નિર્ણય
રાજકોટ સહિત રાજયભરનાં હજારો બસ સંચાલકોને આર.ટી.ઓ કચેરીનાં ધકકા અને ભ્રષ્ટાચારમાંથી મુકિત
રાજકોટ શહેર જિલ્લા સહિત ગુજરાત-ભરના ટુરીસ્ટ (ટ્રાવેલ્સ) બસ સંચાલકો માટે રાજયનાં વાહન વ્યવહાર ખાતાએ એક આશિર્વાદ, રૂપ નિર્ણય લીધો છે. અને તેની અમલવારી પણ શરૂ કરી દીધી છે.
આ અંગેની આર.ટી.ર્અ કચેરીનાં, વિશ્વસનીય સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ સહિત રાજયભરનાં હજારો ટુરીસ્ટ બસ સંચાલકો, કે જ, જેઓ રાજય બહાર પ્રવાસ લઈને જવું હોય તો તેના માટે સૌ પ્રથમ જે તે આર.ટી.ઓ કચેરીએ જઈ અને સ્પે. પરમીટ લેવી પડતી અને આ પરમીટ માટે જટીલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતુ. પરંતુ હવે રાજયનાં વાહન વ્યવહાર ખાતાએ ખાનગી પ્રવાસી બસ સંચાલકોને આર.ટી.ઓ કચેરીનાં ધકકા ખાધાવિના જ તે ને ઘેર ઓફીસ બેઠા જ ઓનલાઈન, સ્પેશ્યલ પરમીટ મળી જાય તેવી વ્યવસ્થા અમલી બનાવી છે. આ વ્યવસ્થાનાં કારણે હવે સૌ પ્રથમ તો ટુરીસ્ટ બસ સંચાલકોનો, સમય બચશે અને બીજી મહત્વની બાબત એ છેકે બસ સંચાલક, આર.ટી.ઓ કચેરીનાં ભ્રષ્ટાચારથી પણ બચી જશે.
આ અંગેની આર.ટી.ઓ કચેરીનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ કોઈ પણ ટુરીસ્ટ બસ સંચાલકએ હવે રાજય બહાર પ્રવાસ લઈ જવો હોય તો સ્પેશ્યલ પરમીટ ઓન લાઈન અરજી કરવાથી સીધી જ મંજૂરી પણ ઘરે કે, ઓફીસ બેઠા પ્રાપ્ત થઈ જશે.
આ સ્પેશ્યલ પરમીટ ઓનલાઈન, લેવા માટે અરજદારે સૌ પ્રથમ ‘પરીવહન જી.ઓ.વી.ઈન’માં જવાનું રહેશે, બાદમાં ઓનલા,ન સર્વિસમાં જવાનું રહેશે. ત્યારબાદ, વ્હીકલ રિલેટેડ સર્વિસમાં જવાનું બાદ સ્ટેપ ખૂલે એટલે ઓનલાઈના અધર સર્વિસમાં જવાનું બાદ ઓનલાઈન પરમીટમાં જવાનું ત્યારબાદ, ગુજરાત રાજય સિલેકટ કરવાનું, દરમ્યાન ગાડી નંબર, અને તંત્રએ માંગેલી અન્ય વિગતો નાખવાની રહેશે. અને છેલ્લે ઓનલાઈન ફી ભરવાની રહેશે.
ઉપરોકત પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જે તે ટુરીસ્ટ અને ટ્રાવેલ્સ બસ સંચાલકને સ્પે. પરમીટ અને લાઈન મળી જશે.રાજકોટ આર.ટી.ઓ કચેરીનાં સુત્રોનાં જણાવ્યા મુજબ આ સ્પે. પરમીટ ઓનલાઈન આપવાની પ્રક્રિયા રાજકોટ આર.ટી.ઓ તંત્રએ પણ અમલી કરી દીધી છે. એટલે હવે બને ત્યાં સુધી ટુરીસ્ટ બસ સંચાલકોએ, કચેરીનાં ધકકા ખાધા વિનાઓનલાઈન વ્યવસ્થાનો મહતમ લાભ લેવો.