- નળ સરોવર પક્ષી અભ્યારણ્યની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળાના મહિનાઓ નવેમ્બરથી ફેબ્રુઆરી
- દરમિયાન હોય પરંતુ બોટીંગ બંધ હોવાથી પ્રવાસીઓને કિનારેથી જ પક્ષી નિહાળવા મજબુર બન્યા છે
નળસરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદથી માત્ર એક કલાકના અંતરે આવેલું અદભૂત કુદરતી અભયારણ્ય છે. 120.82 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય પક્ષી પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.પરંતુ જો તમે નળસરોવર ખાતે પક્ષી નિહાળવાનું આયોજન કરી રહ્યા હો, તો કિનારેથી પક્ષીઓને જોવા માટે તૈયાર રહો કારણ કે તળાવમાં નૌકાવિહારની પ્રવૃત્તિ હાલમાં બંધ છે. નળસરોવર પક્ષી અભયારણ્યની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળાના મહિનાઓ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો છે. આ સમય દરમિયાન યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં અભયારણ્યની મુલાકાત લે છે પરંતુ આ સમયગાળામાં જ બોટિંગ બંધ હોવાથી સહેલાણીઓ પર માઠી સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં વડોદરામાં હરણી દુર્ઘટનાને પગલે દાખલ કરવામાં આવેલા નવા સલામતી નિયમોના અમલીકરણ માટે ઇકો-ટૂરિઝમ સમિતિની રચના નળસરોવરમાં કરવાની બાકી હોય હાલ બોટિંગ બંધ છે. દેશ-વિદેશથી આવતા પર્યટકોમાં એક જ સવાલ છે કે બોટિંગ ક્યારે શરૂ થશે? નળસરોવર પ્રખ્યાત પક્ષી અભ્યારણ્ય ખાતે ગલ્ફ તરફથી હજારો ફ્લેમિંગો ઉતરી આવતા હોય છે. આવા પક્ષીઓ માટે આ સ્થળ માત્ર તરસ નથી છીપાવતા. અહીંયા તેઓ મસ્તી કરતા કરતાને અનોખી રીતે ઉડવાની અને જીવનનો આનંદ પક્ષીઓ માણે છે. આ પક્ષીઓ (ફ્લેમિંગો) ને કુદરતી સુઝ પણ હોય છે. એટલે કે પાણી જોઇને ગમે ત્યાં ઉતરી પડતા નથી. તેઓ પાણીનું ચોક્કસ લેવલ અને સુરક્ષાની ખાતરી કરીને જ ઉતરાણ કરે છે. આ પક્ષી અભ્યારણ્યમાં દેશી-વિદેશી પક્ષીઓમાં યાયાવર ગુલાબીપેણ, લડાખી ઘોમડો, ગજપાઉં, ભગતડું , પાનલવા , હંસ, બતક ,સંતાકુકડીપેણ , કાબીપુચ્છ , સીંગપર , કાળી બગલી , ઘોળી બગલી, ખલીલી ,સર્પગ્રામ , ગયલો ,સારસ, સીસોટી બતક , કુંજ , નીલ ,જળમુરધો ,ભગવી સુરખાબ , મોટી હંજ , શ્ર્વેતપંપજળ , મત્સ્યોભોજ વગેરે પક્ષીઓ મહેમાન બને છે. વન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સ્થાનિક બોટમેનોએ એક કમિટી બનાવવી પડશે, જેણે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવા પડશે અને ત્યારબાદ જ નૌકાવિહારની પરવાનગી આપવામાં આવશે. ચોમાસા પછી તળાવનું જળ સ્તર લગભગ સાત ફૂટ સુધી પહોંચ્યા બાદ હાલ તળાવમાં પાણી ચાર ફૂટ જેટલું ઊંડું છે, જે સ્થાનિક અને સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે ખૂબ જ અનુકૂળ સ્તર છે. જાન્યુઆરીના મધ્ય સુધીમાં સ્તર વધુ ઘટશે, જે અન્ય પક્ષીઓમાં ફ્લેમિંગો અને પેઇન્ટેડ સ્ટોર્કને આકર્ષશે.
ટૂંક સમયમાં બોટીંગ ફરી શરૂ કરાશે
હાલમાં, દરરોજ અંદાજે 15 કાર પ્રવાસીઓની નળસરોવર પર આવે છે, જે અગાઉની સરેરાશ દરરોજની 80 કાર અને સપ્તાહના અંતે 300 થી વધુ વાહનોની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નળસરોવર એસોસિયેશનના સભ્યે જણાવ્યું હતું કે, ડિસેમ્બરના મધ્યભાગથી પ્રવાસી પ્રવૃત્તિઓ ચરમસીમાએ પહોંચી જશે જ્યારે પક્ષીઓ તળાવ પર મોટી સંખ્યામાં આવશે. અમે પ્રવાસન સિઝનને ચૂકવા માંગતા નથી અને તેથી ટૂંક સમયમાં બોટિંગની પ્રવૃત્તિ પણ નિયમાનુસાર ફરી શરૂ કરવામાં આવશે.
નવેમ્બરથી ફેબ્રુઆરીમાં દેશી-વિદેશી પક્ષીઓમાં યાયાવર ગુલાબીપેણ, લડાખી ઘોમડો, ગજપાઉં, ભગતડું, પાનલવા, હંસ, બતક, સંતાકુકડી પેણ, કાબીપુચ્છ, સીંગપર, કાળી બગલી, ઘોળી બગલી, ખલીલી, સર્પગ્રામ, ગયલો, સારસ, સીસોટી બતક, કુંજ, નીલ, જળમુરધો, ભગવી સુરખાબ, મોટી હંજ, શ્ર્વેતપંપજળ, મત્સ્યોભોજ વગેરે પક્ષીઓ નળસરોવરના મહેમાન બને છે