યાત્રિકો- પ્રવાસીઓથી ધમધમતા ગેસ્ટ હાઉસો, દુકાનો સુનકાર ભાસી રહી છે
ભારતના બાર જયોતિલિંગમાં પ્રથમ અને પ્રવાસીઓના માનીતા પર્યટન મથક, તીર્થભૂમિ સોમનાથ અને તેની આસપાસના ધંધા રોજગારોને વૈશ્વિક મહામારી કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે.
માર્ચ મહિનાથી સોમનાથ મંદિરની આસપાસ અને ગામમાં યાત્રિકો પ્રવાસીઓથી ધમધમતા ગેસ્ટ હાઉસો સુનકાર ભાસે છે.
સોમનાથના શોપીંગ કોમ્પ્લેકસના લક્ષ્મણભાઇ જેઠવા કહે છે દર વરસે અમારે શ્રાવણ મહિનો વેકેશન વર્ષભરની કમાણીની સીઝન હોય છે જે સાવ ઠપ્પ છે. ભાગ્યે જ કોઇ રળ્યો ખળ્યો ગ્રાહક દુકાને આવે છે.
રામેશ્વર, કલકતા, મુંબઇ, આગ્રા, હરદ્વાર, જયપુર જઇ શંખ અને તેની બનાવટોના તોરણો, પંચધાતુની મુર્તિઓ પીત્તળનો પૂજા સામાન, આભલાવાળા પર્સ ત્યાં જઇ જથ્થાબંધ ખરીદી કરવા જતાં વેપારીઓ પણ મુશ્કેલીમાં છે અને કહે છે ગ્રાહક જ નથી તો માલ શું લાવવો.યાત્રિકો- પ્રવાસીઓથી ધમધમતા ગેસ્ટ હાઉસો, દુકાનો સુનકાર ભાસી રહી છે
સોમનાથના દરિયા કાંઠે પ્રવાસીઓ- યાત્રિકોને કેમલ અને ઘોડેસ્વારી મુસાફરો કરાવતા ચાલકો પણ સાવ નરા ધુપ છે.
નાળીયેર ત્રોફા વેંચનારા હવે માલ જ મગાવતા નથી થોડી હિંમત કરીને મગાવે તો ખપી જાય તેવી ભગવાન પાસે મનોમન પ્રાર્થના કરે છે. લાંબો વખત નાળીયર પાણીવાળાં રહી શકતા નથી. તેમ નરોત્તમભાઇ કહે છે.