ક્રિષ્ના વોટર પાર્કની ર૧માં વર્ષની ઉજવણી કરાઇ: મુખ્યમંત્રીના વરદ હસ્તે વોટર પાર્કમાં નવી થ્રીલીંગ રાઇડનો પ્રારંભ
સૌરાષ્ટ્રની શાન સમો ગણાતા ક્રિષ્ના વોટર પાર્ક અને ક્રિષ્ના પાર્ક દ્વારા ર૧માં વર્ષની ઉજવણી થઇ હતી ત્યારે ગઇકાલે ક્રિષ્ના વોટર પાર્ક ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના વરદ હસ્તે નવી થ્રીલીગ રાઇડના પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે વોટક પાર્કના સંચાલક હરીભાઇ અને સુરેશભાઇએ મુખ્યમંત્રીનું હારતોળા સાથે મોમેન્ટો આપી સ્વાગત કર્યુ હતું. આ શુભ અવસરે વિજયભાઇ ‚પાણી સહીત પરમવંદનીય લાલજી સ્વામી ખાસ ઉ૫સ્થિતિ રહ્યા હતા. તદઉપરાંત કીશાન સંઘના જીવણભાઇ, ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજકોટના મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય, નીતીન ભારદ્વાજ , કમલેશ મીરાણી,અરવિંદ રૈયાણી, અને બાન લેબના સંચાલક મૌલેષ ઉકાણી ઉ૫સ્થિતી રહ્યા હતા. ભાજપ મહીલા સંઘના પ્રભારી અંજલીબેન ‚પાણી અને ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિતિ રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ જણાવ્યું હતું કે ક્રિષ્ના વોટર પાર્ક ર૧ માં વર્ષના મંગલ પ્રવેશમાં ગ્રુપના તમામ સભ્યોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટમાં ફરવા લાયક સ્થળો ખુબ જ ઓછા છે. ત્યારે આ ક્રિષ્ના વોટર પાર્કનું ડેવલોટમેન્ટ કરવામાં આવ્યું છે. ટુરિઝમને ઉત્તેજન આપ્યું છે એ માટે અભિનંદન પાઠવ્યા હતાં. રાજકોટની પાણીની સમસ્યાનો ઉકેલ કાયમ માટે લાવી દીધો છે. ર૯મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટ આવી રહ્યા છે. કેટલા વર્ષો પછી રાજકોટમાં વડાપ્રધાન આવી રહ્યાં છે. ત્યારે એમના હાથે મા નર્મદાના પાણીના વઘામણા આજી અને નર્મદા જોડાય છે. આજી ડેમને નર્મદાના ડેમ સાથે જોડી દીધો છે. થોડા જ દિવસોમાં નર્મદાનું પાણી આજીમાં પ્રવેશ કરશે. પહેલા આજી છલોછલ થાશે પછી લાલપરી પણ ભરાઇ જશે એટલે હવે વરસાદ આવે કે ન આવે રાજકોટવાસીઓને પાણી પ્રશ્ર્નનો હંમેશ માટે ઉકેલ આવી જશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ક્રિષ્ના વોટર પાર્ક અઘતન નવી વોટર્સ રાઇડ લઇ આવે ગુજરતમાં કયાંય ન હોય એવું વોટર પાર્ક બને એક ટુરિઝમનું ક્ષેત્ર બને. રાજકોટના લોકોને ઘર આંગણે ફરવા લાયક વ્યવસ્થા બને ક્રિષ્ના વોટર્સ પાર્કની ટીમ આગળ આવે અને સરકાર પણ તેઓની સાથે છે. વિજયભાઇએ લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે નવી રાઇડર્સનું લોકાપર્ણ કરાયું છે રાજકોટવાસી તેનો આનંદ માણે
ક્રિષ્ના વોટર્સ પાર્કના નિર્માતા સુરેશભાઇ કણસાગરાએ જણાવ્યું હતું કે ગુજરાતની અંદર નવી રાઇડર્સ પહેલી વખત આવી છે. રાઇડર્સનું નામ રિવર કુઝ છે. ૪પ ફુટની હાઇટથી ૫૦૦ ફુટ સુધીની છે. અને દસ ફુટ પહોળી છે. અને આ રાઇડર્સમાં એક સાથે આખું ફેમેલી મજા માળી શકે છે. આજે સૌરાષ્ટ્રને સૌ પ્રથમ વખત ગુજરાતમાં ન હોય તેવી એક સર્વોતમ રાઇટર્સ રિવરકુઝના લોન્ચ કરી છે. સૌરાષ્ટ્રવાસીને આનંદીત કરે તેવી રાઇડર્સ ર૧માં વર્ષની ઉજવણી નીમીતે લોન્ચ કરી છે.
રાજકોટ બાન લેબના નિર્માતા મૌલેશ ઉકાણીએ જણાવ્યું હતું કે ઘણા વખત પછી ક્રીષ્ના વોટર્સ પાર્કમાં આવવાનું થયું છે. સુંદર મજાનું વાતાવરણ અને નવી રાઇટર્સ આવવાથી લોકોને પણ ખુબ જ આનંદ મળશે. હું ક્રિષ્ના વોટર્સ પાર્કને ર૧ વર્ષની ઉજવણીના ભાગ રુપે નવી રાઇડર્સ લાવવા ખુબ અભિનંદન પાઠવું છું.
ક્રિષ્ના વોટર્સ પાર્ક આવેલ શૈલીએ જણાવ્યું હતું ે આજે અમે સવારથી જ આવી ગયા છીએ હું ટર્નલમાં ડીસ્કો પેટમાં બધી જ રાઇડર્સમાં બેઠા ખુબજ મજા આવી.વિશ્ર્વમે જણાવ્યું હતું કે આજે મને ખુબ જ મજા આવી. લપાસીયા, ભુંગળામાં ગયા, સ્વીમીંગ કર્યુૃ. મારા મમ્મી પપ્પા સાથે ખુબ જ મજા આવી વિરાજે જણાવ્યું હતું કે હું મારા પરીવાર સાથે આવ્યો છું. ખુબજ મજા આવી બધી જ રાઇડર્સમાં બેઠો અને ગર્મી પણ હવે નથી લાગતી સ્કાયફોલમાં ખુબ જડર લાગ્યો અને આનંદ પણ આવ્યો.
ક્રિષ્ના વોટર્સ પાર્કમાં આનંદ લેવા આવેલ ક્રિષ્નાબેનએ જણાવ્યું હતું કે હું મારા મિત્રો સાથે આવી છું. બધાએ ખુબજ મજા કરી ડીસ્કોથેટમાં સાથે ડાન્સ કર્યો. ગર્મી પણ ખુબ જ હતી પરંતુ અહી આવ્યા બાદ ગર્મી લાગી ન નથી. નવી રાઇડર્સનું આજે ઉદધાટન કરવામાં આવ્યું. હવે તો હું મારા મિત્રો સાથે અવાર નવાર વોટર્સ પાર્કની ની રાઇડસનો લાહવો લેવા માટે આવશું.