સાબરમતી આશ્રમની સાથે સાથે જેલોમાં ગાયની ઉપયોગીતાને લઇ વિવિધ વસ્તુઓનું ઉત્પાદન-વેંચાણ કરાશે
અતિપૌરાણીક હિન્દુ સંસ્કૃતિમાં ગૌ-ધનનું અનોખું મહાત્મય કહેવામાં આવ્યું છે. ગાયોને કામધેનું કહીને દેવોને પણ અતિપ્રિય હોવાનું તથા ગૌ-માતામાં ૩૩ કરોડ દેવતાઓનો પાસે હોવાનું હિન્દુ પૌરાણીક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. ગાયના દુધજી લઈને પુત્ર સુધી અતિપવિત્ર માનવામાં આવે છે. તેથી જ ભારતમાં ગાયને પશુ નહી પણ માતા તરીકે ગણીને પુજન કરવામાં આવે છે.
ગૌ-માતામાં રહેલા અનેક માનવ ઉપયોગી ગુણધર્મોને હવે ભારતીઓની સાથે વિદેશીઓ પણ ગાયને પાળવા અને પુજન કરવા લાગ્યા છે. જેથી, ગૌમાતા દ્વારા ક્રાંતી કરવા મોદી સરકારે કમર કસી છે. જેના ભાગી રૂપે ગૌમાતા આધારીત સર્ક્ટિ ટુરીઝમ ડેવલપ કરવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરાયો છે.
ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને તેનો આધુનીક અવિરભાવ વિશ્ર્વ માટે અત્યારે અનેક દિશામાં પ્રેરક બની રહ્યો છે. ભારતની આશ્રમ સંસ્કૃતિ આર્યુવૈદિક વિરાસત અને ગૌમાતાની સેવા અને પ્રાપ્ત થતાં પંચગવીયના લાભ પાછળ અત્યારે વિશ્ર્વ ધેલુ બન્યુ છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં ગૌ આધારીત પ્રવાસન ઉધોગ માટે હાવસ્કીટ એટલે કે ગૌ યાત્રાને પ્રોત્સાહીત કરવા વિચારાધિન બની છે. કેન્દ્ર સરકાર દ્વારા ગાય આધારીત પ્રવાસન ઉધોગની ઉભી થયેલી નવી તકોને વિસ્તૃત કરી ગાય આધારીત પ્રવાસન અર્થતંત્રને વેગ આપવા માટે નવચરીત રાષ્ટ્રીય કામધેનું આયોગે દેશમાં ગાય આધારીત ટુરીઝમ સર્કીટ ભારતની ગૌસંવર્ધન સંસ્કૃતિથી વિદેશીઓ માહિતગાર થાય તેવું આયોજન કર્યુ છે.
સરકારના રચાયેલા રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવા રાજયની આ સર્કીટ માટે પસંદગી કરી છે. વિદેશમાંથી આવતા પ્રવાસીઓ વિદ્યાર્થીઓ અને ગાય ઉપર સંશોધન કરનારા પ્રવાસીઓને ટુરિસ્ટ સર્કીટ ભારતીય ગૌસંસ્કૃતિથી માહિતગાર કરવામાં આવશે. કામધેનુ બોર્ડના ચેરમેન શ્રી વલ્લભભાઈ હથીરીયા એ જણાવ્યું હતુ કે ગૌ યાત્રાની આ સર્કીટ મુલાકાતીઓ માટે ભારતની પ્રાચીન અને અર્વાચીન ગૌ સંસ્કૃતિ ગાયનું ધાર્મિક, પર્યાવરણ અને આર્થિક ક્ષેત્રના યોગદાન અને લાભત્રી અવગત કરવામાં આવશો. આપણી પાસે ગાય માટેની દિર્ધકાલીન ધાર્મિક માન્યતાની વિરાસત છે. આ સંસ્કૃતિને આપણે પ્રવાસન ઉધોગના ક્ષેત્રમાં વિકસાવાશે. ભારતીય ગૌ આધારીત, સામાજીક, આર્થિક અને સાંસ્કૃતિક વિરાસતોને વિશ્ર્વસમક્ષ ઉજાગર કરવાની તક મળશે.
ગૌ યાત્રા કાવ સર્કીટથી આપણને આપણી મુળભુત ગાયની નસલોમાં ગુજરાતની ગીર, ઉત્તરપ્રદેશની ગંગતીરી, આંધ્રપ્રેદશ ઓંગોલ, જેવી નસલોની ઓળખ અને તેનું સવર્ધન હાવર્સ્કીટથી ઉજાગર કરવાની તક મળશે. ડો. વલ્લભભાઈ હથીરીયાએ વધુમાં જણાવ્યું હતુ કે આપણને આ કાવ સર્કીટથી ગાય આધારીત અર્થતંત્રના વિકાસ માટે પંચગવીયના ઉત્પાદન ગાયનુંધી, ગૌમુત્ર અને ગાયનું ગોબર ટુરીસ્ટ સર્કીટના યાત્રાસ્થળો પર વેચાણ કરવાનું એક નવુ બજાર ઉભુ કરશે અને આ પ્રવૃતિથી ખુબ જ લાભદાયી અને ધાર્મિક, આર્થિક, સામાજીક અને પર્યાવરણના ફાયદાઓ અને જન આરોગ્ય માટે ખુબ ઉપયોગી થશે. અત્યાર સુધી આોજલ રહેલા ગાય આધારીત વેપાર અને સુંશોધનને આરોગ્યશાસ્ત્રમાં પંચગવીયનું મહત્વ હતુ હવે તો આધુનીક તબીબી જગતે પણ ગૌમુત્ર અને ગાયન ઓળખી લીધી છે. ગૌમાતાને સ્વેદશથી ની સાથે-સાથે વિેદશીઓના લઈ સ્વીકાર ને વાર્કિટ ટુરીઝમ ડેવલપ કરાશે. રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા ગાય આધારીત નવા પ્રવાસન ઉધોગના વેગ માટે મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ સાબરમતી સેન્ટ્રલ જેલ, પુનાની યરવડા જેલ, દિલ્હીની તિહારજેલ અને કેરલ આયુર્વેદીક ઉપચારો અને ગોવા જેવા યાત્રાસ્થળો પર આવી પ્રવૃતિઓને વેગવાન બનાવવાનું સહકાર વિચારી રહી છે. સરકાર દ્વારા રાષ્ટ્રીય કામધેનુ આયોગનો માધ્યમથી દેશમાં ૪૦૦ થી વધુ ગૌ યાત્રાઓ આધારીત પ્રવાસન કેન્દ્ર દેશભરમાં ઉભા કરવામાં આવશષ. લોક ભાગીદારીથી અંદાજીત બૈહરોડ રૂ|.ના રોકાણથી કેન્દ્ર ઉભા કરવા સરહાર વિચાર કરી છે. ગાય આધારીત પ્રવાસન કેન્દ્રો ઉભા કરવા માટે ધાર્મિક સંસ્થાનો, ખાનગીઓ અને અનેક સંસ્થાઓએ ગૌ યાત્રા કેન્દ્ર પર આવા કેન્દ્રની સ્થાપના માટે યોગદાનની તૈયારીઓ બતાવી છે. રાષ્ટ્રીય કામધેનું આયોગ આ ક્ષેત્રના વિકાસ માટે નિમીત બનવા જઈ રહ્યું છે. અત્રેએ પણ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગૌ સંસ્કૃતિની વિરાસ્ની ધરોહર ખુબ ઉંડી છે. ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકાનગરી ગુજરાતની ઘરોહર છે. ગુજરાતમાં ગૌ -હત્યા પર સંપુર્ણપણે પ્રતિ-બંધ છે. ત્યારે દેશમાં ઉભી થનારી ગૌ આધારીત ટુરિઝમ સર્કીટમાં સોમનાથતીર્થ ભૂમી અને ગીરગાયની આપણી વિરાસતને કેન્દ્રસ્થાને મળશે. કેન્દ્ર સરકારના ગૌ માતા આધારીત પ્રવાસન ઉધોગને વેગ આપવાના આ આયોજનથી વિશ્ર્વના પ્રવાસન માધ્યમથી ગૌ સંસ્કૃતિ વિશ્ર્વમાં ઉજાગર થશે.