બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં વરિષ્ઠ નાગીરકો માટે ગોંડલ, ખોડલધામ તથા ગધેથડ વગેરે સ્થળોએ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રવાસનું પ્રસ્થાન મિલપરા ખાતે આવેલ બોલબાલા મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું. સર્વેએ બસમાં ભુજન-ધુનની રમઝટ બોલાવી. ગોંડલના અક્ષર મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ મેળવી સૌ રમાનાથ મંદિરે અંબિકા માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ ખોડલધામ મુકામે પહોંચેલ ખોડલધામ મુકામે સૌએ માં ખોડલના દર્શન કરી સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ મહંત લાલબાપુ તથા રાજુબાપુના દર્શન કરી વરીષ્ઠ નાગરીકોએ કુદરતી સૌંદર્ય વચ્ચે ગરબા-રાસ તથા દુહા-છંદની રમઝટ બોલાવી હતી. આરતીના દર્શન બાદ પૂ.લાલબાપુના પ્રવચન આપી બધા માટે સુંદર ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવેલી હતી.
ભોજન-પ્રસાદ લઈ બોલબાલાના તમામ લોકો રાજકોટ તરફ રવાના થયા હતા. ઉપરાંત આગામી તા.૨૪/૧૧ના બપોરે ૩:૩૦ કલાકે મણીઆર હોલ જયુબેલી બાગ ખાતે પ્રેરણાત્મક ફિલ્મ અને અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે.