ટ્રાવેલ ટાઇમ્સના રાજ ધાબલિયા સાથે પર્યટન પેકેજીસની માહિતી
વેકેશનની મોસમ એટલે ઉનાળાની શ‚આત થઈ ચુકી છે અને વેકેશન પણ આવી રહ્યા છે તો અત્યારે લોકો મોટાભાગે ફેમીલી ટુરમાં જવાનું વધારે પસંદ કરતા હોય છે. તો જેને લઈને રાજકોટની ટ્રાવેલ ટાઈમ્સ એજન્સી દ્વારા ઘણા પ્રકારના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેકેજો બનાવામાં આવ્યા છે. જેમાં દરેક પ્રકારની સુવિધાઓની સાથે લોકોને દરેક જગ્યાએ લઈ જાય છે.
આજ પ્રકારે પર્યટનને લગતી માહિતી આપતા ટ્રાવેલ ટાઈમ્સના માલિક રાજ ધાબલીયા જણાવ્યું હતું કે, અમે ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પેકેજ કરીએ છીએ. અમારો હેતુ સશકત ઈન્ટરનેશનલ પેકેજનો છે. અમારી ઓફિસ બાલી અને દુબઈ ખાતે પણ આવેલી છે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ હોલસેલમાં કરીએ છીએ. દરેક ગ્રાહકને અમે પુરતી સુવિધાઓ આપીએ છીએ. ગ્રાહકોને જોતા હોય એવા કસ્ટમાઈઝ પેકેજ અમે આપીએ છીએ. ગ્રાહકોને જે પણ રીકવાયરમેન્ટ હોય એને અહીં પુરી કરવામાં આવે છે.
જમવાનું અને ૧૦૦ ટકા સિકયુરીટીની સુવિધા પણ આપી છીએ. ઓનલાઈન બુકિંગ જે વસ્તુ બતાવવામાં આવી છે તે દરેક વસ્તુ અમે પુરી પાડીએ છીએ. ગ્રાહકોને કોઈ પણ પ્રકારનો અસંતોષ ઉભો થાય તો અમે તેને ફ્રિમાં એ સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરીએ છીએ. અત્યારે ઉનાળાની સિઝન હોવાથી લોકો મોટા માટે હિલ્સ સ્ટેશન અને ઠંડક પ્રદેશ અને બીચ ઉપર જવાનું વધારે પસંદ કરે છે. અમારા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેકેજ કસ્ટમાઈઝ હોય છે. સિઝન પુરતી ફલાઈટ જેમ છે દિવસ બધા નકકી હોય છે એ સિવાઈ કસ્ટમરને જે રીતે બજેટ પરવડે એ પ્રમાણે અમે પેકેજ કરી આપીએ છીએ.
મારી ટ્રાવેલ એજન્સી નોન-કોમર્શિયલ ૨૦૧૦થી ચાલુ છે હું પોતે એક ચાર્ટડ એકાઉન્ટન્ટ છું અને સાથે ટ્રાવેલીંગ શોખ ધરાવું છે. જેથી કરીને નોન-કોમર્શીયલી ૨૦૧૦થી મે ક્ધસલટન્સી ચાલુ કરી છે અને ૨૦૧૨ મારી ટ્રાવેલ એજન્સી રજીસ્ટ્રેડ છે. બીજી ટ્રાવેલ એજન્સી કરતા અમારી ટ્રાવેલ એજન્સીમાં માર્જીન પ્રોફીટ ઘણુ ઓછુ હોય છે. જેથી શોખ અને ક્ધસલ્ટન્સી તરીકે બિઝનેસ ચલાવી છે. પછી કસ્ટમરને અમે જે વસ્તુ કહીએ છીએ લખીને આપીએ છીએ એજ રીતે અમે બધી વસ્તુઓ આપીએ છીએ. બીજુ જોઈએ તો ભોજન છે. એમાય ખાસ કરીને ગુજરાતીઓને ભોજન પ્રત્યે અસંતોષ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમની સિકયુરીટીનું પણ ધ્યાન આપવામાં આવે છે. જેમ કે મેડિકલ ઈમરજન્સી કે કોઈપણ વસ્તુની જ‚ર પડી તો એનું પુરેપુરુ અમારા પેકેજમાં એનું સંકલન થઈ જાય છે. છેલ્લે તેમને ઈન્ડીયા લાવવા માટે એર એમ્બ્યુલન્સની જવાબદારી પણ ફ્રીમાં લઈએ છીએ.