સાવજોના સ્વર્ગ ગણાતા સાસણમાં મોજ-મજા અને મસ્તી
ગુજરાત સરકાર ટુરીઝમ ક્ષેત્રને ખૂબજ પ્રચલીત કરી રહ્યું છે અને ટુરીઝમ ક્ષેત્રને વિકસાવવા બનતા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે ટુરિઝમ લીડર્સ કલબ દ્વારા સાસણનો શાનદાર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત બહારના ટુરિઝમનો વ્યવસાય કરતા લોકો આ ટ્રીપમાં જોડાયા હતા. જેમાં ગાંધીનગર, અમદાવાદ, દિલ્હી, મુંબઈ અને રાજકોટના ટુરિઝમના વેપાર સાથે જોડાયેલ લોકો જોડાયા હતા. ટુરીઝમ લીડર્સ કલબે રાજકોટના રેજન્સી લગુન રિસોર્ટથી લઈ સાસણના અનેક રીસોર્ટ જેવા કે ગ્રીનવુડ વિશાલ લોર્ડસ, લાઈન પાર્ક રિસોર્ટ, લાઈન રિસોર્ટ, વાઈલ્ડ વાડી જેવા અનેકવિધ રિસોર્ટની મુલાકાત લઈ સ્થળોની મુલાકાત સાથે ફુડ, ત્યાની રહેવાની સુવિધાઓ જેવી અનેક બાબતોનો ખ્યાલ રાખતા હોય છે. કારણ કે પ્રવાસનનો મુખ્ય ઉદ્દેશ સહેલાણીઓની તમામ સુવિધા સાથે પ્રવાસન સફળ નિવડે તેના માટેનો હોય છે.
આ ફેન ટુરને સફળ બનાવવા માટે ટુરીઝમ એસો.ના પ્રમુખ અને પ્રભાવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલીક અમેશભાઈ દફતરીની આગેવાની હેઠળ ટુરીઝમ લીડર્સ કલબના નેજા હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટથી શનિવારે વહેલી સવારે ફેમ ટ્રીપની શરૂઆત કરવામાં આવી હતી. અને રવિવારે રાત્રે સાસણથી ટ્રીપ પરત રાજકોટ આવી હતી. સવારના રેજન્સી લગુનમાં નાસ્તો ત્યારબાદ સાસણમાં આવેલ વાઈલ્ડ વાડી રિસોર્ટની ટૂંકી મુલાકાત ત્યારબાદ લાયન રીસોર્ટમાં જઈ ભોજન લઈને વિશાલ લોર્ડસની મુલાકાત લીધી હતી.
આ તકે વિશાલ લોર્ડસ ગ્રીનવુડ રીસોર્ટના માલીક બળવંતભાઈ ધામીએ મીઠો આવકાર આપી શબ્દોથી વધામણા કર્યા હતા અને પોતાના રિસોર્ટ અંગે સમગ્ર વિગત આપી હતી.
ગ્રીનવુડ રિસોર્ટમાં સહેલાણીઓ માટે સ્વીમીંગ પુલ, ઈન્ડોર ગેમ, થીયેટર, ડિસ્કો થેક, જીમથી લઈ ગાર્ડન અને તમામ લકઝરીયર્સ સુવિધાઓ ઉપલબ્ધ છે. બીજા દિવસની સવાર એટલે રવિવારના રોજ ટ્રીપના તમામ લોકોએ નાસ્તો લઈ દેવળીયા પાર્ક જંગલ સફારીની મુલાકાત લીધી હતી અને સાવજોના સાસણમાં પર્યટનની મજા માણી હતી.
આયોજનને સફળ બનાવવા ટુરીઝમ લીડર્સ ગ્રુપના પ્રમુખ અમેશભાઈ દફતરી, હોલીડેના વિશાલભાઈ, પ્રકાશભાઈ અને હસમુખી પ્રતિભા ધરાવતા ઈલ્યાસભાઈ તેમજ તમામ મેમ્બરોએ સાથ-સહકાર આપતા સફળ બનાવ્યો હતો. આ પ્રવાસમાં અમદાવાદ ટ્રાવેલ ટ્રીપ ઓનલાઈનના વિવેકભાઈ પણ જોડાયા હતા.