અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના એકઝીબીશન હોલ ખાતે આવતીકાલથી ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેરનો પ્રારંભ થશે. ત્રણ દિવસ ચાલનારા આ ફેરમાં ૧૨ દેશો તથા ૨૧ રાજયોના ટુરીઝમ બોર્ડ ભાગ લેશે. કુલ ૬૨૫ એકઝીબીટર્સ ટુરીઝમ ફેરમાં હાજરી આપશે.નેપાળ, શ્રીલંકા, ભુતાન, ચીન, માલદીવ, સિંગાપોર, થાઈલેન્ડ, યુએઈ, રશિયા, ઉમ્બેકીસ્તાન, ઈન્ડોનેશીયા અને જાપાન સહિતના દેશોના પ્રતિનિધિઓ ટુરીઝમ ફેરમાં ઉપસ્થિત રહેશે. આ મેળો ગત વર્ષ કરતા ૨૫ ટકા મોટો રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ભારતમાં વિદેશી મુસાફરોને આકર્ષવા માટે ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે મંત્રી ગણપત વસાવા, ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના ચેરમેન કમલેશ પટેલ તેમજ ટુરીઝમના પ્રિન્સીપાલ સેક્રેટરી એસ.જે.હૈદર હાજરી આપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.