એમેઝોન, એપ્પલ, ગુગલ, માઈક્રોસોફટ અને આઈબીએમ કંપનીઓના આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ પર કરોડોના દાવા
આજના આધુનિક યુગમાં નવીનતમ ટેકનોલોજીના વિકાસની સાથે હવે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સીનો નવો દોર શ‚ થવા જઈ રહ્યો છે. કંપનીઓ, બેંકો કે વિવિધ સંસ્થાનોમાં ઓર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સથી કાર્યક્ષેત્રે ગુણવતા તેમજ જથ્થામાં વધારો થશે પરંતુ માનવજાત સામે આનાથી ઘણા પડકારો ઉભા થશે. કંપનીઓ કે અન્ય સ્થળોએ માનવી જગ્યા આર્ટિફીશિયલ ઈન્ટેલીજન્સ લેશે. આથી બેરોજગારી ઉભી થશે જે ભારત માટે એક મોટો પડકાર છે. આ બધી સમસ્યાઓ ઉપરાંત બીજી તરફ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સને લઈ આઈટી કંપનીઓમાં જબરદસ્ત વોર ચાલી રહ્યું છે.
માઈક્રોસોફટ કંપનીએ સ્માર્ટફોન ગેમ્સમાંથી સોફટવેરમાં બનાવવામાં આવેલી મશીન સ્માર્ટસને વધુ સક્ષમ કરવા આર્ટિફીશીયલ ઈન્ટેલીજન્સી બનાવવાના હેતુથી એક નવા ઉપકરણનું અનાવરણ કર્યું છે. ઈન્ટરનેટ ‘કલાઉડ’ની સેવાઓમાં ટેપ કરવા અને આસપાસની મશીનોમાં કમ્પ્યુટીંગ શકિતનો લાભ લેવા આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સની સાથે વિવિધ પ્રોગ્રામોને સુધારવાની જ‚ર છે.
આર્ટિફીશીયલ ઈન્ટેલીજન્સી એન્ડ રિસર્ચ માઈક્રોસોફટ એકઝકયુટીવ વાઈસ પ્રેસીડેન્ટ હેરી શમે કહ્યું કે, અમે દરેક ઉત્પાદન અને સેવાને રજુ કરીએ છીએ. અમે બે દાયકાથી વધુના સમય સુધી એઆઈની સફળતાના કરન્ટવેવ માટે એક બિલ્ડીંગ બ્લોકસ બનાવી રહ્યા છીએ.
હાલ, માઈક્રોસોફટ એવા વિસ્તારોમાં સંશોધન કરી રહ્યું છે કે મશીનોને ઓળખવામાં સક્ષમ બના છે કે તેઓ શું જુએ છે અને શું શીખે છે તેમજ તે પ્રમાણે શું બોલે છે. એમેઝોન, એપ્પલ, ગુગલ અને આઈબીએમ સહિતની માઈક્રોસોફટની પ્રતિસ્પર્ધી કંપનીઓ આક્રમક ‚પથી આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના વચનો અને ક્ષમતાનું આકરણ કરી રહી છે.
એમેઝોને તેના એલેકસા ડિજીટલ આસીસ્ટન્ટ દ્વારા સંચાલિત ડિવાઈઝના નવીનતમ સદસ્યોનું અનાવરણ કર્યું હતું. તેમજ સેમસંગની હરમન કાર્ડોને માઈક્રોસોફટના ડિજીટલ આસીસ્ટન્ટ કોર્ટાના દ્વારા સંચાલિત નવા ઈન્ટેગ્રેટીંગ સ્પીકરને રીલીઝ કરવા અને સ્કાઈપને એકીકૃત કરવાની જાહેરાત કરી હતી. આમ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સીને વિકસાવવા આઈટી કંપનીઓ કરોડોના દાવાઓ કરી રહી છે.
મુર ઈન્સાઈટસ એન્ડ સ્ટ્રેટેજી પ્રીન્સીપાલ એનાલીસ્ટ પેટ્રીક મુરહેડે કહ્યું કે, માઈક્રોસોફટ બિઝનેશ સમસ્યાઓના નિકાલ અને એપ્લીકેશનને વધુને વધુ સારી બનાવવા એપ ડેવલોપર્સ માટે આર્ટીફીશયલ ઈન્ટેલી જન્સનો ઉપયોગ કરવાના પ્રયત્નો કરી રહ્યું છે.