નર્મદા કેનાલના બાકી રહેતા કામ વિષે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી
વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત સરકારની વિકાસલક્ષી કામગીરી કેટલી પૂર્ણ થયી છે અને કેટલી પૂર્ણ થવાને આરે છે તેવા અહેવાલો રજૂ કરાઇ રહ્યા છે. ત્યારે નર્મદા કેનાલની કામગીરી અંગે વાત કરવામાં આવતા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ એ બાબતે માહિતી આપતા જણાવ્યુ હતું કે અત્યાર સુધીમાં નર્મદા કેનાલનું કામ 60,952કી.મી.ની કામગીરી પૂર્ણ થયી ગયી છે જ્યારે હવે માત્ર 10,796કી.મી.ની કામગીરી પૂર્ણ કરવાની બાકી છે.
આ બાબતે વાત કરતાં નાયબ મુખ્યમંત્રીની માહિતી અનુસાર નર્મદા કેનાલનું કામ લગભગ 70 થી 80 % જેટલું કામ પુર્ણા થયું છે. જેના માટે 70167.55 કરોડથી વધુનો ખર્ચ થયો છે. જ્યારે બાકી રહેલા કામને પૂર્ણ કરવા માટે 4,354 કરોડનો અંદાજિત ખર્ચ થવાની સંભાવના દર્શાવી છે.આ ઉપરાંત કેનાલનું જેટલું કામ પૂર્ણ થયું છે અને જે કેનલોમાં પાણી ભરવામાં આવ્યું છે તેવી કેનલોમાં અમુક ચોક્કસ કારણોના કારણે છેલ્લા બે વર્ષ દરમિયાન 207 જેટલા ગદા પડ્યા છે જેના સમારકામ માટે 77.82 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રી દ્વારા કેનાલની પૂર્ણ થયેલી તેમજ બાકી રહેલી કામગીરી બાબતે માહિતી વિધાનસભા સત્ર દરમિયાન અપાઈ હતી અને જેટલી કામગીરી પૂર્ણ નથી થયી તેનો સ્વીકાર પણ કર્યો હતો તેવા સમયે વિરોધ પક્ષ દ્વારા સ્તરની કામગીરીમાં ખલેલ પહોચડવાની કોશિશ કરવામાં આવી હતી તે સમયે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. તેમજ નાયબ મુખ્યમંત્રી એ પણ જવાબ આપવા સમયે તેવા જૂઠાણને ન ફેલાવવા માટે ટકોર કરી હતી.