તાજેતરમાં બ્રહ્મ સમાજ-રાજકોટની કારોબારી સભા અને સામાન્ય સભા મળેલ હતી. તેમાં તમામ કારોબારી સભ્યોની હાજરીમાં સર્વાનુમતે નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી.
રાજકોટના સિનિયર બ્રાહ્મણ અગ્રણીઓ કાંતિભાઈ વૈદ્ય, પ્રાણભાઈ જોષી, ગજાનંદભાઈ જોષીએ સંસ્થાની સ્થાપના કરી હતી. રાજકોટ શહેરના બ્રહ્મ સમાજના સભ્યોમાં ઉતરોતર વધારો થતા અને રાજકોટ શહેરનો વિસ્તાર વધતા તમામ બ્રહ્મ પરીવારોને કાર્યક્રમોનું આયોજન, બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત જુદી જુદી પ્રવૃતિઓની જાણકારી સોશ્યલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મહતમ ઉપયોગથી મળતી રહે તેવા શુભ હેતુથી ટેકનોસેવી યુવાનો અને અનુભવી વડીલોના મિશ્રણ ધરાવતી ટીમની કારોબારીમાં જાહેરાત કરવામાં આવી હતી.
તેમજ મહિલાઓને વધુ પ્રાધાન્ય મળે એ માટે સમસ્ત બ્રહ્મ સમાજ-રાજકોટ દ્વારા મહિલા પાંખની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ દર્શિતભાઈ જાની, ઉપપ્રમુખ પ્રશાંતભાઈ જોશી, ડો.એન.ડી.શીલુ, ડો.દક્ષેશભાઈ પંડયા, નલિનભાઈ જોષી, સુરભીબેન આચાર્ય, દિપકભાઈ પંડયા, કમલેશભાઈ ત્રિવેદી, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, જયેશભાઈ જાની, ભાવનાબેન જોશી, યોગેન્દ્ર લહેરુ તેમજ મહિલા પાંખના હોદેદારોમાં નિલમબેન ભટ્ટ અને ધાત્રીબેન ભટ્ટની નિમણુક કરવામાં આવી છે.