માલવણથી સોલી સુધીમાં પાર્સલો ગુમ થયાની શંકા: અજાણ્યા શખ્સો સામે ફરિયાદ
ધ્રાગધ્રા-માલવણ હાઇવે પર છેલ્લા કેટલાક સમયથી લુટારૂ ગેંગનો આતંક ત્રાસદાયી છે ત્યારે અહિની ગેંગ એટલી સક્રિય પણે લુટ કરે છે કે જેમા ચાલતા વાહનોને ટારગેટ બનાવી ટ્રકમા રહેલા માલસામાન ગુમ થઇ ગયા છતા પણ ચાલકને જાણ થતી નથી. કચ્છ-અમદાવાદ હાઇવે ટ્રાન્સપોઁટેસન માટે ખુબજ જાણીતો હાઇવે છે અહિ દરરોજના હજારો ટ્રકો માલ સામાનની હેરફેર કરે છે જે દરમિયાન ગઇકાલે અમદાવાદ તરફથી આવતી આઇસરમા એમઝોન કંપનીના પાસઁલ કચ્છ તરફ લઇ જવામા આવતા હતા.
બંધ બોડીની આઇસર પાછળ કંપનીનો કિમતી માલસામાન હોવાથી સીલ પણ મારેલા હતા. પરંતુ માલવણ ટોલટેક્ષથી સોલડી ટોલટેક્ષ સુધીમા પાસઁ ભરેલી આઇસરમા પાછળનુ એક સીલ તોડેલી હાલતમા જોવા મળ્યુ હતુ જ્યારે આઇસર ચાલકે જ્યા પાસઁલની ડિલવરી કરી ત્યાથી કુલ ૧૫ પાસઁલ ઓછા નિકળ્યા હતા જેથી પાસઁલની લુટ થયાની જાણ થઇ હતી આ તરફ માલવણ તથા સોલડી ટોલનાકાના ફુટેજ પરથી જાણવા મળ્યુ હતુ કે આઇસરમાથી ગુમ થયેલા ૧૫ પાસઁલ માલવણથી સોલી સુધીમા વચ્ચેથી ગુમ થયા છે. જેથી ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો વિરુધ્ધ રુપિયા ૨૪ લાખનો મુદ્દામાલ ચોરાઇ ગયાની ફરીયાદ નોંધાવી છે.બીજી તરફ છેલ્લા એકાદ વષઁથી ધ્રાગધ્રા-માલવણ બદનામ હાઇવેની છબી સુધરવા પામી હતી પરંતુ ફરી એક વખત લુટની ઘટના બનતા હવે લુટારુ ગેંગ સક્રિય થઇ હોવાની વાત સામે આવી છે.
૨૪ લાખની કિમતના ૧૫ પાસઁલો હાઇવે પરથી પસાર થતી આઇસરમાથી ચોરાઇ જતા હવે અન્ય વાહન ચાલકોના મનમા પણ લુટરુ ગેંગનો ખોફ ઉભો થયો છે.