એક વૃઘ્ધનો ભોગ લીધો: યુવાનના પગ ભાંગ્યા: રોજબરોજના હુમલાઓથી પ્રજાજનો ત્રાહિમામ, તંત્રનું ભેદી મૌન
રાજુલા શહેરમાં અંદાજે ૧૪૫ થી વધુ સંખ્યામાં આખલાઓ શહેરભરમાં અને શહેરની અનેક વિધ સોસાયટીઓમાં ત્રાસવાદી બની પરિભ્રમણ કરી રહ્યા છે. ગત સોમવારે સાંજના પ વાગ્યે રાજુલાની મેઇન બજારમાં પરસોતમભાઇ જાની (ઉ.વ.૮ર) પગપાળા જતા ને વેળાએ આખલા યુઘ્ધે ચડયા અને આ વૃઘ્ધને એક ઢીંક મારી ૬ ફુટ દુર ફેંકી દીધા. માથામાં થયેલી ગંભીર ઇજાથી ઘવાયેલા વૃઘ્ધ કોમામાં સરી પડયા અને રાજુલામાં પ્રાથમીક સારવાર લઇ તેમને વધુ સારવાર અર્થે મહુવા રીફર કરાયા ત્યાં તેમનું અવસાન થયું.
ગત બુધવારે રાત્રીના ૮.૩૦ કલાક આસપાસ સંદીપ ભીખુભાઇ બોરીસાગર (ઉ.વ.૧૮) રે. રાયડીપાટી વાળો યુવાન પોતાના બાઇક ઉપરથી ખાગરીયા જકાત નાકા પાસેથી પસાર થતો હતો તે વેળાએ ત્યાં આખલાઓ યુઘ્ધે ચડયા હતા. અને આ યુવાનને ઢીંક મારતા યુવાન બાઇક ઉ૫રથી ફંગોળાઇ ગયો હતો. સારવાર અર્થે હોસ્પિટલે લઇ જવાતા તેમના પગમાં ફેકચર થયાનું નિધન થયું હતું. જોગાનુજોગ આખલાના હુમલામાં ઘવાયેલ વૃઘ્ધ અને આ યુવાન બન્ને એક જ જ્ઞાતિના હતા. (રાજગોર બ્રાહ્મણ) આ પહેલા પણ શહેરમાં આતંકી બનેલા આખલાઓએ દેવશી બાંભણીયા નામના એક અખબારી વિતરકને જાફરાબાદ રોડ પાસે ઝપટે લેતા આ યુવાનના મોઢાના અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી અને તેમના મઘ્યમ વર્ગીય પરિવારે એકાદ લાખ પિયાના ખર્ચે ઓપરેશન સહીતની સારવાર કરાવી હતી. જાફરાબાદ રોડ પાસેના આંબેડકર સર્કલ પાસે મહીલાને ઝટપે લેતા તેને પણ ૧૪ ટાંકાઓ આવ્યા હતા.
પાંચમા બનાવમાં અલ્તાફ ભુપત બેલીમ (ઉ.વ.૩પ) રે. વાવેરા રાજુલા ગામે ખરીદીના કામે આવ્યો તેને પણ આખલા યુઘ્ધે હડફેટે લેતા તે યુવાન ભુર્ગભગટરના ખાડામાં ઉલળીને પડયા હતો અને તેને પગમાં ભાગે ગંભીર ઇજાઓ થતા પ્રથમ રાજુલા ત્યાંથી મહુવા અને પછી ભાવનગર ખાતે સારવાર અર્થે રીફર કરાયા હતા.
આ સિવાયના આખલા યુઘ્ધના ઘણા વૃઘ્ધો, યુવાનો, બાળકો વૃઘ્ધ મહીલાઓ, યુવા મહિલાઓ ઝપટે ચડી ગયા છે. રાજુલા મહેર અને શહેરીજનો સોસાયટી વિસ્તારોમાં આખલાઓ લગભગ રોજ રાહદારીઓ વાહનોને નુકશાન પહોચાડે છે. શહેરની પ્રજાના આખલાઓથી ત્રાસી ગઇ છે.