મોરબીની સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વોના ત્રાસની વારંવાર ફરિયાદ ઉઠતી રહે છે ત્યારે હોસ્પિટલમાં સેવા આપતા મહિલા કાર્યકરે અસામાજિક તત્વોના ત્રાસ અંગે જીલ્લા કલેકટર અને એસપીને લેખિત રજૂઆત કરી છે

મોરબીના સામાજિક કાર્યકર હસીનાબેન લાડકાએ જીલ્લા કલેકટર અને એસપી તેમજ હોસ્પિટલ અધિક્ષકને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે લુખ્ખા તત્વો મનફાવે તેવું વર્તન કરે છે અને મહિલા ડોક્ટર સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું છે ત્યારે બંને પક્ષને જુદા પાડવા માટે અમારા જીવ જોખમ થાય છે ખુલ્લી દાદાગીરી અને ધમકીઓ આપવામાં આવે છે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ, મહિલા ડોક્ટર અને ક્લાસ ૪ ના મહિલા સ્ટાફ સાથે મનફાવે તેવું વર્તન થાય છે ત્યારે બહેન દીકરીઓની સલામતીની જવાબદારી કોણ લેશે ? અગાઉ પણ ફરિયાદ કરી છે છતાં કોઈ કાર્યવાહી થઇ ના હોય જેથી આ મામલે યોગ્ય કરવા માંગ કરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.