- મની વેલના કુંડામાં બરફનું પાણી અથવા ટુકડા નાંખવાથી વેલ જલદીથી વધશે.
- આંજણ પ્રસરી જાય એવું ઢીલું થઇ ગયું હોય તો ફ્રીજમાં રાખવું.
- નેઇલ પોલીશ જામી ગઇ હોય તો તેમાં ત્રણ ટીપાં સ્પીરીટ ઉમેરવું. ફરીથી વાપરવા યોગ્ય થઇ જશે.
- ઉનના કપડામાં લવીંગ રાખવાથી આખું વર્ષ જીવાત રહિત રહી શકશે.
- શો-કેસમાં રાખવાની પિત્તળની વસ્તુ ઉપર ખાવાનો ગોળ લપેટીને તેના ઉપર વાસણ ઉંટકવાનો પાવડર લગાવવો અને કોરા કપડાંથી ઘસીને લૂછી નાંખવું. વાસણ ચમકી ઉઠશે અને છ માસ સુધી ઉંટકવાની જરુર નહિ પડે. (પાણીનો ઉપયોગ કરવો નહિં.)
- બટાકાને બાફયા પછી એના વધેલા પાણીથી સોનાના ઘરેણાં ધોવાથી ઘરેલાં એકદમ ચમકી ઉઠશે.
- ટેબલ કે કબાટના ખાનાઓમાં કાટ લાગ્યો હોય તો એને પહેલાં કાચ-કાગળી ઘસી લો. પછી એના પર મીણ લગાવી દો. એનાથી એમાં કાટ નહિં લાગે અને જલદી ખૂલી પણ શકશે.
- દહીંવડા બનાવતી વખતે પીસેલી મગની દાળ અને અડદની દાળમાં એક ચમચો મેંદો નાંખવાી દહીંવડા સરસ બનશે.
- ટીનની ડોલમાં પાણીનો મેલ જામી ગયો હોય તો કાચ કાગળ ઘસી નાંખો. મેલ નીકળી જશે.
- સાડી, ડ્રેસ પર ઝાંખુ પડી ગયેલું સોનેરી ભરતકામ ચમકાવવા તેના ઉપર ફટકડીનો ભૂકો ઘસો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!